Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

જામનગરમાં પોણો લાખના ૧૫૬ બોટલ દારૂ સાથે એકની ધરપકડ

જામનગર તા.૨૪: જામનગર શહેરમાં દારૂ જુગારની પ્રવૃતીઓ નેશ્તનાબુદ કરવા માટે પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ શેજુળ તથા ના.પો.અધિ એચ.પી.દોષીની સુચનાથી 'બી' ડીવી. ઇન્સ્પેકટર આર.જે.પાડરને સુચના કરેલ હોય, જે અન્વયે ડી.સ્ટાફને દારૂ જુગારના સફળ કેશો કરવા સુચના કરેલ હોય જે આધારે પેટ્રોલીંગ દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ ભગીરથસિંહ જાડેજા તથા પો.કોન્સ જોગીન્દ્રસિંહ ચૌહાણ બન્ને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગાધીનગર નવા સ્મશાનની બાજુમા શીવ સાઇપાર્કમાં રહેતો હિતેશ ધીરૂભાઇ ગણાત્રા જાતે લુહાણા ઉ.વ.૩૫ ધંધો પ્રા.નોકરી રહે ગાધીનગર નવા સ્મશાનની બાજુમાં શીવ સાઇ પાર્ક બ્લોક નં.૨ જામનગરવાળાના રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલો કાચની નંગ ૧૫૬/કિ.રૂ.૭૮૦૦૦ના મુદામાલ સાથે પકડાઇ જતા કાર્યવાહી કરેલ છે.

ઉપરોકત કામગીરી ડી-સ્ટાફના એ.એસ.આઇ પી એમ જાડેજા તથા પો.હેડ.કોન્સ ભથીરથસિંહ જાડેજા તથા પો.કો.રાજેશભાઇ દુર્લભજીભાઇ વેગડ તથા જોગીન્દ્રસિંહ ચૌહાણ તથા પો.કોન્સ હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા તથા જયપાલસિંહ કનકસિંહ જાડેજા તથા લાખનસિંહ જાડેજા તથા ભુપતભાઇ પાટડીયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:49 pm IST)