Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

'પદ્માવત' ફિલ્મ અટકાવવા ગોંડલમાં રેલી

ગોંડલ તા. ર૪ :.. 'પદ્માવત' ફિલ્મને રીલીઝ થતી અટકાવવા માટે ગોંડલમાં ક્ષત્રીય સમાજ દ્વારા આજે બપોર બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

'પદ્માવત' ફિલ્મને રીલીઝ થતી અટકાવવા માટે આજે બપોરે ૩ વાગ્યે કોલેજ ચોક ખાતેથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવશે. આ તકે ક્ષત્રીય સમાજના આગેવાનો, મહિલાઓ, વિવિધ સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહેશે તેમ રાજપૂત મહિલા સમાજના પ્રમુખ સંધ્યાબેન જાડેજાએ જણાવ્યું છે.

(11:48 am IST)