Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ભાવનગરમાં સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિ પરિવારનું મહાઅધિવેશન - નાત તેડુ

રાજકોટ, તા. ૨૪ :. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના મહાઅધિવેશન-નાત તેડુ ૨૦૧૮નું શ્રી ભાવનગર બાજ ખેડાવાળ યુવક મિત્ર મંડળ દ્વારા ભાવનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૨૭ અને ૨૮ જાન્યુઆરીના રોજ ભાવનગર જ્ઞાતિના યજમાન પદે કાળીયાબીડ સપ્તપદી હોલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ જ્ઞાતિના મહેમાનો ખાસ હાજરી આપશે.

ભાવનગર બાજ ખેડાવાળ યુવક મિત્ર મંડળના પ્રમુખ હિતેશભાઈ પી. વ્યાસની આગેવાનીમાં આયોજીત આ કાર્યક્રમમાં તા. ૨૭ને શનિવારે સાંજે ૬ થી ૭.૩૦ સુધી તમામ મંડળના હોદેદારોની બેઠક 'મનન'નું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૫.૩૦ થી ૭.૩૦ સુધી જીવનસાથી પસંદગી મેળો 'મિલન'નું આયોજન કરાયુ છે. સાંજે ૭.૩૦થી ૯ વાગ્યા સુધી મહેમાનો અને તમામ જ્ઞાતિજનો માટે ભોજનનું આયોજન કરાયુ છે. રાત્રીના ૮ થી ૧૦.૩૦ સુધી 'એક શામ ખેડાવાળ કે નામ' એફોરબી ઓરકેસ્ટ્રાના સથવારે સોરઠી ગાયક કિરીટભાઈ મહેતાના ગ્રુપનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

જ્યારે તા. ૨૮ને રવિવારે મહાઅધિવેશનના બીજા દિવસે સવારે ૯ વાગ્યે જ્ઞાતિની કુમારીકાઓ દ્વારા વાજતે-ગાજતે મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સવારે ૧૦ વાગ્યાથી મહાઅધિવેશનનો પ્રારંભ થશે. જેમાં સમાજને લગતા રીવાજો, કુરીવાજો, સમાજની એકતા, સમાજની પ્રગતિ અંગેના વિચારોનંુ આદાન-પ્રદાન કરાશે. આ તકે દાતાનું તથા મહેમાનોનું સન્માન તેમજ મંજુર થયેલા ઠરાવોનું વાંચન કરવામાં આવશે. બપોરે ૧ વાગ્યે મહેમાનો અને જ્ઞાતિબંધુઓ માટે સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

મહાઅધિવેશનના દાતાઓ સ્વ. જયાબેન વિઠ્ઠલદાસ જોશી (હ. શારદાબેન વી. જોશી), દિનુભાઈ એમ. જોશી (રાજકોટ), સ્વ. ધીરજલાલ નાનાલાલ પાઠક, સ્વ. શારદાબેન ધીરજલાલ પાઠક (હ. મુકુંદભાઈ ધીરજલાલ પાઠક), પ્રભાશંકર ભાઈશંકરભાઈ વ્યાસ, નિતીનભાઈ એસ. ખંભોળીયા, સ્વ. માતુશ્રી કાન્તાબા-લલીતાબા, સ્વ. શિવશંકરભાઈ કાનજીભાઈ ખંભોળીયા, સ્વ. નાનાકાકા બ્રહ્મચારી, ઈશ્વરલાલ કાનજીભાઈ ખંભોળીયા, સ્વ. ભાવનાબેન (દેવીબેન), જાગૃતિબેન, ધીરજબેનના સ્મરણાર્થે (હ. નિતીનભાઈ, દિવ્યાબેન, હરીહર, સ્વાતિ, ઉપમન્યુ, શ્લોક) ખંભોળીયા પરિવાર સુલતાનપુર-રાજકોટનો સહયોગ મળ્યો છે.

આ કાર્યક્રમમાં સર્વજ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે. તેમ છતા કોઈને આમંત્રણ પત્રિકા ન મળી હોય તો બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવારના હોદેદારોનો સંપર્ક કરવા જણાવાયુ છે.

કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર-ભાવનગરના પ્રમુખ હિતેશભાઈ પી. વ્યાસ (મો. ૯૩૭૪૧ ૭૯૬૫૫), ઉપપ્રમુખ અરવિંદભાઈ પી. દવે (મો. ૯૮૨૪૮ ૭૭૫૪૫), મંત્રી મહેશભાઈ બી. દવે (મો. ૮૪૮૫૯ ૦૫૦૪૯), બૈજુભાઈ પી. વ્યાસ (મો. ૯૩૭૪૮ ૩૩૯૯૦), જટાશંકર આર. દવે, જગન્નાથભાઈ પી. વ્યાસ, ડો. રાજુભાઈ દવે, દિલીપભાઈ ડી. દવે, પંકજભાઈ જે. દવે, કિશોરભાઈ જી. દવે, હરેશભાઈ એસ. વ્યાસ, ડો. પૂર્ણેન્દુભાઈ એમ. મહેતા, ભૂપતભાઈ એચ. જોશી, ભાસ્કરભાઈ બી. મહેતા, હરેશ ડી. મહેતા, ભાર્ગવ એસ. ભટ્ટ, મુકેશ જે. મહેતા, કલ્પેશ એમ. પાઠક, રવિ એ. વ્યાસ, પ્રમોદભાઈ આર. ખંભોળીયા, પરેશભાઈ બી. ભટ્ટ, નિલેશભાઈ યુ. દવે, અલ્પેશભાઈ યુ. દવે, પરેશભાઈ બી. જોશી, વત્સલ આર. દવે સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:45 am IST)