Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પારો નીચેઃ સૌરાષ્ટ્ર - કચ્છ ઠુઠવાયાઃ ગિરનાર ૫.૨ નલિયા ૭.૨ અમરેલી ૯.૯

રાજકોટ તા. ૨૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર પારો નીચે ઉતરતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. આજે સૌથી નીચે લઘુત્તમ તાપમાન ગિરનાર પર્વત ઉપર ૫.૪ ડિગ્રી, કચ્છના નલીયામાં ૭.૨, અમરેલી ૯.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં વધારો થતાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર વધતા લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઇ રહ્યા છે.

જામનગર

જામનગર શહેરનું લઘુત્તમ તાપમાન ૧૬.૪ ડિગ્રી, મહત્તમ ૨૬.૬, ભેજ ૮૪ ટકા અને પવનની ઝડપ ૫.૩ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

 

ગિરનાર પર્વત

૫.૪

ડિગ્રી

નલીયા

૭.૨

,,

ગાંધીનગર

૯.૨

,,

મહુવા

૯.૭

,,

અમરેલી

૯.૯

,,

ડીસા

૧૦.૩

,,

જુનાગઢ

૧૦.૪

,,

અમદાવાદ

૧૦.૫

,,

ભુજ

૧૧.૨

,,

દિવ

૧૧.૮

,,

વડોદરા

૧૨.૪

,,

ન્યુ કંડલા

૧૨.૫

,,

વલસાડ

૧૩.૧

,,

વેરાવળ

૧૪.૩

,,

દ્વારકા

૧૫.૧

,,

જામનગર

૧૬.૪

,,

ઓખા

૨૦.૨

,,

(11:45 am IST)