Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ડો.પ્રિયંકા સુતરિયાનો પણ સન્માનમાં સમાવેશ

ડો.ભાવેશ દેવાણી - ડો. આશા માત્રાવડિયાને રાષ્ટ્રીય એવોર્ડઃ રાજકોટ-મોરબીને ગૌરવ

મોરબી તા.ર૪ : સમગ્ર ગુજરાતના સ્કિન સ્પેશિયાલિસ્ટ એસોસીએસીનના પ્રમુખ અને રાજકોટના જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ડો. ભાવેશ દેવાણી તથા સેક્રેટરી ડો. પ્રિયંકા સૂતરીયા તથા ખજાનચી ડો. આશા માત્રવાડીયાની સમગ્ર વર્ષ ૨૦૧૭ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેઓની સમગ્ર ટીમને નેશનલ સ્કીન સ્પેશિયાલિસ્ટ એસોસિએશન દ્વારા કોચી ખાતે યોજાયેલ નેશનલ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય એવોર્ડ ''બેસ્ટ સાયન્ટિફિક એકિટવિટી અને ઇન્ટર્નલ એડમિનિસ્ટ્રેશન'' એવોર્ડ એનાયત કરાવમાં આવ્યો છે.

સમગ્ર વર્ષ દરમ્યાન સ્કીન સ્પેશિયાલિસ્ટ એસોસિએશન ગુજરાત દ્વારા જાહેર જનતાની ચર્મ રોગો પ્રત્યે જાગૃતિ વધે અને તેમાંથી કઇ રીતે બચી શકાય તે માટે ''સફેદ ડાઘની ગેરમાન્યતા વિષે જાગૃતિ અભિયાન'' હાલમાં ફુગજન્ય ચેપના વધતા જતા પ્રમાણ માટે વિવિધ સંસ્થામાં સંવાદ તથા ચોપાનિયાનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, રકતપિત વિષે જાગૃતિ અંગે રેડીયો ટોક, વિવિધ નિદાન કેમ્પોમાં સ્કીન સ્પેશયાલિસ્ટ તરીકે સેવા કાર્યો તેમજ સ્કિન સ્પેશાયાલિસ્ટ ડોકટર્સ માટે વિવિધ વિષયો પર જાણકારી આપતા કાર્યક્રમોનું સ્ટેટ લેવલ પર આયોજન કરવામાં આવ્યું હતું. આ બધાજ કાર્યોના પરિણામ રૂપે આ એવોર્ડ મેળવીને ડો.ભાવેશ દેવાણી અને તેમની સમગ્ર ટીમે રાષ્ટ્રીય કક્ષાએ મોરબી તથા રાજકોટનું ગૌરવ વધાર્યુ છે.

(11:43 am IST)