Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

તળાજાના પાવડી ગામે કુવામાં ખાબકેલા સાંઢને ક્રેઇન સાથે બાંધી બહાર કાઢયો

ખુંટીયાનો જીવ બચાવવા યુવાને પોતાનો જીવ જોખમમાં મૂકયો

ભાવનગર, તા. ર૪ : તળાજા પંથકમાં પશુપાલકોએ પોતાને કામ ન હોઇ તેવા ખુંટીયાઓને મોટા પ્રમાણમાં છુટા મૂકેલા છે. આ ખુંટીયાઓ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડી રહ્યાની ફરીયાદો ઉઠી છે સાથે રાહદારીઓ માટે કયારેક આફત સમાન બને છે તેમ છતાં જીવદયા પ્રેમીઓ ગૌવંશને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા ખચકાતા નથી. પાવડી ગામના હકાભાઇ રાઠોડની વાડીમાના ખુલ્લા કુવામાં સવારે ચાર કલાકે ખુંટીયો પડી જતા સરપંચ યોગેશભાઇ જીંજાળાને જાણ કરવામાં આવતા તળાજા જીવદયા ગ્રુપ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા જીવદયા પ્રેમીઓએ ખુંટીયાને બચાવવા જાતે કુવામાં ઉતરી, પોતાનો જીવ જોખમમાં મૂકી ખુંટીયાને ક્રેઇનના પટ્ટા સાથે બાંધી ખેંચી બહાર કાઢયો હતો.

(11:41 am IST)