Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

કોડીનાર પાસે અકસ્માતઃ મૃતક અંકૂશ કોણ ?

કોડનાર : તાલુકાનાં છાંટવડ - સુગાળા રોડ ઉપર અજાણ્યા બાઇક ચાલકનું અકસ્માતમાં મૃત્યુ નિપજતાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. મૃતક અજાણ્યો પુરૂષ (હુલામણુ નામ અંકુશ) ઉ.૩પ રામભાઇ ભોજુભાઇ મકવાણા રહે. ઘાંટવડની મોટર સાયકલ નં. જીજે-૩ર- ડી-૧ર૩પ ચલાવી સુંગાળાની ઘાંટવડ જઇ રહ્યો હતો ત્યારે જીઇબીના સિમેન્ટના થાંભલા સાથે બાઇક ભટકાતાં મૃત્યુ નિપજયુ હતું. પોલીસને આ પુરૂષ કોણ છે ? કયાં નો છે ? વગેરે કોઇ બાબતની જાણકારી મળી નથી.  આ લાશની કોઇને ઓળખ થાય તો કોડીનાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:36 am IST)