Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ડુમિયાણીના વૃજભૂમિ આશ્રમે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલી સંમેલન અને સન્માન સમારોહ

ઉપલેટા, તા. ર૩ : પીપલ્સ વેલ્ફેર સોસાયટી સંચાલીત ડુમિયાણીના વૃજભૂમિ આશ્રમ ખાતે ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્વજવંદન અને આ સંસ્થામાં રહી સંસ્થાની જુદી જુદી શાળા કોલેજના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓના વાલીઓનું સંમેલન તેમજ સૌરાષ્ટ્રભરના સન્માનીય ઉદ્યોગપતિઓ રાજકીય સામાજીક સેવાકીય શૈક્ષણિક આગેવાનો યુવાનો વિગેરેનું સન્માન સહિતના ચર્તુવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

કાર્યક્રમની શરૂઆતમાં સવારે ૬ વાગ્યે સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓની પ્રભાતફેરી તથા સવારે ૮:૧પ કલાકે માર્ચ પરેડ આ પરેડ જોવી અને માણવી એ એક લ્હાવો છે. શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સંપૂર્ણ યુનિફોર્મમાં પરેડ દિલ્હી લાલ કિલની પરેડની યાદ અપાવે છે. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

આ તકે યોજાયેલ વાલી સંમેલનનું ઉદ્ઘાટન તરીકે ધારાસભ્ય લલીતભાઇ વસોયા મુખ્ય અતિથિ તરીકે ગોંડલ નાગરિક સહકારી બેન્કના ચેરમેન યતીનભાઇ દેસાઇ, ભાણવડ કડવા પટેલ સમાજના પ્રમુખ દામજીભાઇ સિંહોરા, જામનગરના ક્ષત્રિય આગેવાન પ્રો. અનિરૂદ્ધસિંહ વાઘેલા, મોરબી કડવા પટેલ અગ્રણી એડવોકેટ જીતુભાઇ પટેલ જયારે પ્રમુખ સ્થાને રાજકોટ મ્યુ. કોર્પોરેટર અને ઇવા આયુર્વેદ કોલેજ સુપડીના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ઉર્વશીબેન પટેલ રહેશે.

બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું દિપ પ્રાગટય ઉપલેટા મામલતદાર એ.એમ. ભડાણીયા દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી સવિતાબેન મણવરના માર્ગદર્શન નીચે સંસ્થા પરિવારના ભાઇ-બહેનો વિદ્યાર્થીઓ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:35 am IST)