Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

મોરબીમાં સુભાષ બાબુની જન્મ જયંતિ ઉજવાઇ

 આઝાદીના લડવૈયા અને રાષ્ટ્રને તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા નો બુલંદ નારો આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે મોરબી જીલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ઉપસ્થિત રહીને રકતદાન માટે યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી. રકતદાન કેમ્પમાં યુવાનોએ ઉત્સાહભેર રકતદાન કરતા કેમ્પના અંતે ૧૮૬ બોટલ રકત એકત્ર કરીને સ્વામીનારાયણ બ્લડ બેંકને સોપવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા જીલ્લા યુવા ભાજપના પ્રમુખ રવિભાઈ સનાવડા, વિશાલભાઈ ઘોડાસરા અને હરદેવસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

(11:34 am IST)