Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ગુજરાતના શ્રેષ્ઠ ફિઝીયોથેરાપી - ફિટનેસ કેન્દ્રનો એવોર્ડ એનાયત

 મોરબી :  મોરબીના ઙ્ગફિઝીયોફીટ જીમને 'ઇન્ડિયા હેલ્થકેર પુરસ્કાર – ૨૦૧૮'નો એવોર્ડ ઙ્ગદિલ્લી ખાતે યોજાયેલા ફંકસનમાં ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાનના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતના શ્રેષ્ઠ ફિઝીયોથેરાપી અને ફિટનેસ કેન્દ્રનો એવોર્ડ મોરબીના 'ફિઝીયોફીટ' જીમને મળતા સમગ્ર ગુજરાત અને મોરબીનું ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. આ અંગે ફિઝીયોફિટ જીમના સંચાલક ડો.ભાવિનેઙ્ગ જણાવ્યું હતું કે, આ એવોર્ડ તેના જીમને મળવાથી સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. ભવિષ્યમાં પણ આવી જ શ્રેષ્ઠ કામગીરી કરતા રહેશે. લોકોના ફિટનેસ માટે જાગૃત રહેવા તમામ જાણકારી લોકો સુધી પહોચાડતા રહેશે.

(11:33 am IST)