Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

જસદણ પાસે કાલે મહારકતદાન શિબિર

તાલુકા યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝ જયંતિ ઉજવાશે અનોખી રીતે : કાર્ય ઇમ્પેકટમાં સવારથી સાંજ સુધી ઝળહળતી રહેશે 'સેવા'ની જયોત

જસદણ તા.૨૪: અહીયા તાલુકા યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મ જંયતી નિમીતે જસદણ,આટકોટ રોડ ઉપર આવેલા કાર્ય ઇમ્પેકટ ખાતે આવતીકાલે સવારે ૯ થી ૬ સુધી મહા રકતદાન કેમ્પ યોજાશે.

જેમાં મુખ્ય મહેમાન પદે ડો.ભરતભાઇ બોઘરા (પૂર્વધારાસભ્ય), ભુપતભાઇ ભાયાણી (યુવા ઉદ્યોગપતી), દરબાર સત્યજીતકુમાર ખાચર, ભરતભાઇ દેવળીયાવાળા, વલ્લભભાઇ રામાણી, ભીખાભાઇ રોકડ, અશોકભાઇ ધાધલ (પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ), રમાબેન મકવાણા (પ્રમુખ નગર પાલીકા), ચાંદનીબેન વેકરીયા (પ્રમુખ, જસદણ શહેર ભાજપ મહીલા મોર્ચો), ભરતભાઇ છાયાણી, ધીરૂભાઇ ભાચાણી (પ્રમુખ શહેર ભાજપ), હરેશભાઇ હેરભા (મંત્રી રાજકોટ જીલ્લા ભાજપ), અશોકભાઇ મહેતા, રાજુભાઇ ધાધલ, પ્રવિણભાઇ ભાયાણી (પ્રમુખ ડાયમંડ એશોશીયન) ચંદુભાઇ કચ્છી, ગજેન્દ્રભાઇ રામાણી, મનુભાઇ લાવડીયા (દડવા મોટા), ખોડાભાઇ ખસીયા (જીવનશાળા આંબરડી), કમલેશભાઇ હીરપરા (એસ.પી.એસ.સંકુલ), નીમેશભાઇ શુકલ (મહામંત્રી શહેર ભાજપ), અનીલભાઇ મકાણી,ઉમેદભાઇ જેબલીયા, મેહુલ સંઘવી (મીડીયા સેલ ભાજપ),, ચેતનભાઇ વ્યાસ (આટકોટ), વિજયભાઇ વસાણી (પત્રકાર-આટકોટ), ભુપતભાઇ વાળા (સરપંચ દડવા), રવજીભાઇ સરવૈયા (ભાડલા), ધનજીભાઇ ભુવા (સાણંથલી) અને મુન્નાભાઇ સોજીત્રા સહિતના ઉપસ્થિત રહેનાર છે.

(11:32 am IST)