Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ભાવનગરમાં જુગાર રમતા ૭ ઝડપાયા

ભાવનગર તા.ર૪ : ભાવનગર શહેરમાં રૂવાપરી રોડ ઉપર ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી પોલીસે રૂ.૧,૩૪,૭૬૦ની રોકડ સહિત કુલ રૂ.૩.૧૦ લાખના મુદામાલ અને બીયરના ટીન સાથે સાત શખ્સોને ઝડપી લીધા છે.

મળતી વિગતો મુજબ સ્ટેટ વિજીલન્સની ટીમે પુર્વ બાતમીને આધારે શહેરના રૂવાપરી રોડ ઉપર એક મકાનમાં જુગારધામ ઝડપી લઇ જુગાર રમતા ૭ શખ્સોને રોકડા રૂ.૧,૩૪,૭૬૦ અને ચાર બાઇક, મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩,૧૦,રપ૦ની મતા ઉપરાંત બીયરના ટીન પણ ઝડપી લીધા હતા.

જુગાર રમતા ઝડપાયેલ શખ્સોમાં યોગેશ ત્રિકમભાઇ રાઠોડ, દિપક ભીમજીભાઇ પટેલ, બુધાભાઇ સામતભાઇ જોટાણા, રાજેન્દ્રભાઇ જીતુભાઇ જાડેજા, જીજ્ઞેશ જયદીપભાઇ ચૌહાણ, અજય દિનેશભાઇ વાઘેલા અને જીગર નરેન્દ્રભાઇ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે ઝડપાયેલા શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:32 am IST)