Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

મીઠાપુર તાતા કેમિકલ્સ દ્વારા ૧૫૦ વર્ષ પૂર્ણ

 ઓખામંડળ તાલુકાના સોલ્ટ સીટી તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને સમગ્ર ભારતભરમાં વિખ્યાત એવા તાતા ગ્રુપને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા અને મીઠાપુરમાં આવેલી તાતા કેમિકલ્સ ને ગઇ કાલે ૭૯ વર્ષ પૂર્ણ થતા તાતા ગ્રુપ દ્વારા તાતા ના એક લોગોનું મીઠામહાલના ગેટનીં સામે તાતા ગ્રુપના અધિકારીઓ દ્વારા અનાવરણ કરાયું હતું. તેમજ ૮૦માં વર્ષમાં પ્રવેશવાની ખુશીમાં વધારો કરવા માટે ગુજરાતના મેલોડી કિંગ પાર્થિવ ગોહિલની એક મ્યુઝીકલ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કે જેમાં પણ તાતા ગ્રુપના અધિકારીઓ તેમજ મીઠાપુર શહેરના આગેવાનો ઉપરાંત મીઠાપુરની જનતા સહર્ષ જોડાઇ હતી.

(11:31 am IST)