Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વાંકાનેરમાં કાલે ગુરૂવારે ''યુથ ઓફ ડ્રીમ ઇન્ડીયા'' દ્વારા બપોરે વિશાળ રેલી, સાંજે ''યુવા ચેતના સંમેલન''

વાંકાનેર તા. ર૪ : વાંકાનેરમાં ર૬મી જાન્યુઆરીના પાવન દીને મોરબી જીલ્લા કક્ષામાં પ્રજાસતાક દીનની ઉજવણી થવાની છે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.

નગરપાલીકા દ્વારા સ્વચ્છતા અભિયાન પણ પુર જોશમાં શરૂ કર્યું છે. ચિફ ઓફીસર ગીરીશભાઇ સરૈયા અને સ્ટાફ દ્વારા સ્વચ્છતા જાગૃતીનો કાર્યક્રમ આજે યોજાયેલ હતો.

વાંકાનેરના આંગણે જીલ્લા કક્ષાના ૬૯માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી થવાની છે જે ત્યારે તેના આગમન પૂર્વ વાંકાનેર યુથ ઓફ ડ્રીમ ઇન્ડીયાના યુવાનો દ્વારા ગુરૂવારે બપોરે ર વાગ્યે અત્રેના અમરસિંહજી હાઇસ્કુલના પટાંગણ ખાતેથી રેલી પ્રસ્થાન થશે. આ રેલી શહેરના રાજમાર્ગો પર ફરી સાંજે પ વાગ્યે બસ સ્ટેશન રોડ પર આવેલ દોશી કોલેજના ગ્રાઉન્ડમાં પહોંચશે જયા ''યુવા ચેતના સંમેલન'' યોજાશે જેમાં ભારત દેશના રાષ્ટ્રીય પર્વઓ અંગે તેમજ વર્તમાન સમયમાં યુવાનો પોતાનો સમય ભાગદોડ અને અવળા રસ્તે ખર્ચી રહ્યો છે. અને લોકોમાંથી વિસરાય રહેલી રાષ્ટ્રભાવના ઉજાગર કરવામાં આવશે સાથોસાથ વાંકાનેર માટે દેશ માટે કાઇક કરી છુટવાની જેમનામાં ભાવના છે. તેવા કર્મનિષ્ઠ નાગરીકોનુ સત્કાર સન્માન પણ કરવામાં આવશે.

(11:28 am IST)