Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ગોંડલ શ્રી રમાનાથધામમાં ત્રિદિવસીય ચતુર્થ વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાશે

 ગોંડલ તા. ૨૪ : ગોંડલના ઉમવાડા ચોકડી પાસે આવેલ શ્રી રમાનાથ ધામ ખાતે આગામી તારીખ ૨૯ જાન્યુઆરીના ચતુર્થ વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. દિવસ ચાલનારા પાટોત્સવમાં ગૃહ શાંતિ હોમાત્મક શતચંડી યજ્ઞ, પ્રધાન હોમ, શાયન પૂજા-આરતી પ્રાર્થના સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

મહાપ્રસાદ તારીખ ૩૧ ના ૧.૩૦ રાખેલ છે. તારીખ ૨૯ ના સોમવારે રાત્રે હાસ્ય દરબાર જીતુભાઇ દ્વારકાવાળા દ્વારા રજૂ કરવામાં આવશે, તેમજ તા. ૩૦ના ૯ કલાકે રાજુભાઇ સોનપાલ અને તેમની ટીમ દ્વારા ભકિત સંગીત રજૂ કરવામાં આવનાર છે પાટોત્સવના કાર્ય માટે ટ્રસ્ટીગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

(9:36 am IST)