Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ગોંડલ સબ જેલમાં પ્રજાસત્તાક દિન અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

ગોંડલ તા. ૨૪ : ગોંડલ શહેરના વોરાકોટડા રોડ ઉપર આવેલ સબજેલ ખાતે આગામી ૨૬ જાન્યુઆરી થી ત્રણ દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, સાથે દાતાઓ દ્વારા ગરમ પાણી માટે સોલાર સીસ્ટમની સહાય આપવામાં આવી હોય જે સ્વીકારવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.

ગોંડલની સબજેલ ખાતે ઇન્ચાર્જ અધિક્ષકની ડી.કે. પરમાર દ્વારા કેદી કલ્યાણ અને કેદી સુધારણા પ્રવૃત્ત્િ।ના ભાગરૂપે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવા માટે મંજુરી માંગવામાં આવી હતી જે મંજૂર થઈ જતા આગામી તારીખ ૨૬ જેલના વિશાળ પટાંગણમાં કેદી પાર્ટી, જેલ સ્ટાફ, પોલીસ, પત્રકાર, નગરપાલિકા, ડોકટર, કોર્ટ અને એશિયાટિક કોલેજ ની ટીમો વચ્ચે ક્રિકેટ જંગ જામશે. તેમજ સનરે એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પાંચ અને જય ગંગા સોલાર દ્વારા એક જેલ પ્રશાસનને કેદીઓ માટે ગરમ પાણીની સુવિધા માટે સોલાર સીસ્ટમ આપવામાં આવનાર હોય જે સ્વીકારવાનું કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, આ તકે પ્રાંત અધિકારી રાયજાદા, મામલતદાર સવાણી,જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ, ધારાસભ્ય ગીતાબા જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયંતિભાઇ ઢોલ, પાલિકા પ્રમુખ મનીષાબેન સાવલિયા સહિતના આગેવાનો હાજર રહેનાર છે, કાર્યક્રમને સફળ બનાવવા જેલ પ્રશાસન જહેમત ઉઠાવી રહ્યું છે.

(9:36 am IST)