Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદીમાં સુધારા - વધારા - કમી અંગેની અરજીઓ કરી શકાશે

દેવભૂમિ દ્વારકા તા. ૨૪ : કલેકટર કચેરી ખાતે આજે ૧-૧-૨૦૧૮ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની સંક્ષિપ્ત સુધારણા અન્વયે ઇચા. નિવાસી અધિક કલેકટર વી.પી. પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા અંગેની વિગતો આપતા ચુંટણી નાયબ મામલતદારશ્રી પુનીત સરપદડીયાએ જણાવ્યું કે ભારતના ચુંટણીપંચનો આશય છે કે લાયકાત ધરાવતા તમામ નાગરિકોના નામો મતદારયાદીમાં નોંધાય અને ચુંટણી સમયે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે જેથી ચુંટણી પંચે તા.૧/૧/૨૦૧૮ને લાયકાતની તારીખ ગણી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કરવાનું નકકી કર્યું છે. જે મુજબ તા.૨૨-૧-૨૦૧૮ના રોજ મતદારયાદીનો મુસદ્દો પ્રસિધ્ધ કરવામાં આવશે અને મતદારયાદીનો આ મુસદ્દો કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા/તાલુકા/ગ્રામ પંચાયત તેમજ અન્ય કેટલાંક જાહેર અગત્યના સ્થળો પર જનતાને જોવા માટે ઉપલબ્ધ હશે. મતદારયાદીના મુસદ્દામાં મતદારના નામ કે અન્ય વિગતોમાં ભુલ હોય અથવા મતદારનું નામ જે જગ્યાએ નોંધાવું જોઇએ એના બદલે બીજી જગ્યાએ નોંધાયું હોય અને ફેર બદલ કરવાનું હોય તેમજ ૧લી જાન્યુઆરી,૨૦૧૮ના રોજ જેઓએ ૧૮ વર્ષ પુર્ણ કર્યા હોય તેવા લાયક મતદારોના નામો ઉમેરવાના હોય તો તે અંગે નિયત નમુનામાં અરજી કરી શકાશે. આ કામગીરી માટે તા.૨૨-૧-૨૦૧૮ થી તા.૧૨-૨-૨૦૧૮ દરમ્યાન મતદાર યાદીમાં સુધારા-વધારા-કમી અંગે અરજીઓ કરી શકાશે. વધુમાં તા.૨૮-૦૧-૨૦૧૮ (રવિવાર) તથા તા.૦૪-૨-૨૦૧૮ (રવિવાર) ની ખાસ ઝુંબેશની તારીખો નિયત કરવામાં આવી છે. આ દિવસોએ તમામ નિયોજિત સ્થળોએ સવારના ૧૦-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક સુધી પદનામિત અધિકારીઓ દ્વારા હકક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફોટોવાળી મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા. ૧૨-૦૩-૨૦૧૮ના રોજ કરવામાં આવશે.

તા.૨૮-૦૧-૨૦૧૮ (રવિવાર) તથા તા.૦૪-૦૨-૨૦૧૮ (રવિવાર)ના રોજ ખાસ ઝુંબેશના દિવસો નકકી કરવામાં આવ્યા છે. જેમા મતદારયાદીના મુસદા સાથે બી.એલ.ઓ. તથા ચુંટણી સ્ટાફ હાજર રહેશે. આ દિવસોમાં મતદારનું નામ મતદાર યાદીમાં ન હોય, તે દાખલ કરાવવા તેમજ નામમાં ભુલ હોય તે સુધારવા માટેની અરજીઓ મેળવવાનું નકકી કર્યું છે. મતદારના ફોટા સાથેની મતદારયાદીનો મુસદો તૈયાર કરેલ હોવાથી મતદાર યાદીમાં નોંધાયેલા મતદારોના નામની સાથે મતદાર ફોટો ઇમેજીસની પણ ચકાસણી કરી લેવાની રહેશે. તેમજ ભારતના ચુંટણી પંચ દ્વારા તાજેતરમાં સુધારવામાં આવેલ નવા ફોર્મ નં. ૬ સાથે મતદારે પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ આપવાનો રહેશે. જે ફોટાના આધારે તેમને મતદાર ઓળખપત્ર તૈયાર કરીને આપવામાં આવે આવું કાર્ડ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ પછી આપવામાં આવશે.

વધુમાં જણાવ્યું કે મિડીયાના પ્રતિનિધિઓ મારફત લોકોમાં વધુ જનજાગૃતિ આવે અતે મિડીયાનો સહકાર મળે તેવી તંત્ર દ્વારા અપેક્ષા રાખવામાં આવેલ છે. આ કોન્ફરન્સમાં જિલ્લાના પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિકસ મિડીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.(

 

(9:36 am IST)