Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજકોટ જિલ્લા બેંકની સભા યોજાઇ : મોરબીના આઠ સભાસદોના વારસદારોને ચેક

રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપરેટિવ બેન્કની સામાન્ય સભા મોરબી સહિત અન્ય ૮ સેન્ટરમાં ઓનલાઇન મળી હતી. આ બેઠકમાં અલગ અલગ સ્થળેથી બેંકના હોદ્દેદારો,બેન્કના અધિકારીઓ તેમજ ખેડૂત સભાસદો જોડાયા હતા. સભામાં મોરબીથી સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન, રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપરેરેટિવ બેન્કના વાઈસ ચેરમેન અને રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપરેરેટિવ કોટન માર્કેટિંગ યુનિયનના ડિરેકટર મગન વડાવીયા સહિતના અનેક આગેવાનો અને બેંકના સભાસદો હાજર રહ્યા હતા. મોરબી જિલ્લામાં ૮ જેટલા ખેડૂત સભાસદના વારસદારને અકસ્માત વીમા અંગેના રૂ.૧૦ લાખની રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમીયાન સાંસદ મોહન કુંડારીયા દ્વારા પ્રસંગને અનુરૂપ વકતવ્ય આપ્યું હતું.જયારે મગનભાઈ વડાવીયા દ્વારા સભાની કાર્યવાહીને લગતી માહિતી આપી હતી. તી રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકનો ચોખ્ખો નફો ૪૫.૫૧ કરોડ રૂપિયા થયો હતો.અને ખેડૂતોના હિતમાં અનેક નવી યોજનાઓ બેંક તરફથી અમલમાં મુકાવમાં આવી હતી તો જૂની યોજનામાં પણ સુધારા કરવામાં આવ્યા હતા.

(12:47 pm IST)
  • સાર્વજનિક સંડાસ તૂટી પડ્યુ : મહિલા કાટમાળમાં ફસાઈ : મુંબઈના કુર્લામાં એક જાહેર શૌચાલય તૂટી પડતા એક મહિલા ફસાઈ ગઈ છે : બચાવ અભિયાન ચાલુ છે access_time 11:31 am IST

  • કાંદિવલીમાં 24 માં માળે આગ લાગી: મહારાષ્ટ્ર: મુંબઇના કાંદિવલી પૂર્વ વિસ્તારના ઠાકુર ગામમાં ચેલેન્જર્સ ટાવરના 24 મા માળના ફ્લેટમાં આગ લાગી: હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. access_time 11:38 pm IST

  • પીરપંજાલ પર્વત માળામાં ભારે હીમ વર્ષા : મુગલ રોડ બંધ : જમ્મુ કાશ્મીરના પીરપંજાલની ઉંચી પર્વતમાળા ઉપર ભારે હિમવર્ષા થઈ છે : ફરી જમ્મુનો મુગલ રોડ બંધ કરી દેવાયો છે access_time 11:31 am IST