Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મોરબીમાં મૈત્રીકરાર છુટા કરતા પહેલા મોબાઈલ પાછો માંગીને માં-દીકરીને ઢીકાપાટુનો માર માર્યો

મોબાઈલની માંગણી કરીને મહેશ ભંખોડીયાએ ઢીકાપાટુ માર્યા : પુત્રી વચ્ચે પડતા તેને પણ માર માર્યો

મોરબી લીલાપર રોડ ગીરનારી આશ્રમની પાસે રહેતા રેખાબેન ભગવાનજી મકવાણા (ઉ.31) અને ભુમીકા લલીતભાઈ વઘોરા (ઉ.12)ને મારામારીમાં ઈજા થતા બન્નેને સિવિલે સારવારમાં લઈ જવાયા હતા.

 પોલીસ નિવેદનમાં રેખાબેને જણાવ્યું હતું કે તેણીએ મહેશ કાંતિભાઈ ભંખોડીયાની સાથે મૈત્રી કરાર કર્યા છે. અને તે મૈત્રી કરાર છુટા થવા અરજી દેતા તેણી પાસે રહેલ મોબાઈલની માંગણી કરીને મહેશ ભંખોડીયાએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ભુમીકા વચ્ચે પડતા તેણીને પણ માર માર્યો હતો. આ અંગેની એ ડિવિઝન પોલીસ બાદ મહિલા પોલીસમાં જાણ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

(11:47 pm IST)