Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જૂનાગઢ જિલ્લા પંચાયતના બાંધકામના ટેન્ડર બાબતે બે કોન્ટ્રાક્ટર વચ્ચે ધીંગાણું : લોખંડના પાઇપથી હુમલો

બાંધકામ શાખાની ઓફિસમાં જ ડખ્ખો : જયંતીભાઈ વઘાસિયા પર જીવલેણ હુમલો

જૂનાગઢમાં જિલ્લા પંચાયતના બાંધકામના ટેન્ડર બાબતે બે કોન્ટ્રાક્ટર વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો .આ બબાલમાં મધુરમ કન્સ્ટ્રકશનના જયંતીભાઈ વઘાસિયા પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં બાંધકામ ટેન્ડરને લઈને ઝઘડામાં ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. મધુરમ કન્સ્ટ્રકશનના માલિક જયંતીભાઈ વઘાસિયાનો જિલ્લા પંચાયતનું ટેન્ડર પાસ થઈ જતા ભગીરથ એન્ટરપ્રાઇઝ કન્સ્ટ્રકશનના હરેશભાઈ ભેળા અને તેમના માણસો કલ્પેશ સોલંકી રમેશ સોલંકી દ્વારા મધુરમ કન્સ્ટ્રક્શનના માલિક જયંતીભાઈ વઘાસિયા પર જીવલેણ હુમલો કરી બંનેવ પગમાં લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટના જિલ્લા પંચાયતના ત્રીજા માળે બાંધકામ શાખાની ઓફિસમાં થયો હતો. ત્યારે જયંતીભાઈ વઘાસિયા ઇજાગ્રસ્ત થતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરી હતી. હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે

(9:57 pm IST)