Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ઉનામાં અડધો ઈંચ વરસાદઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધૂપછાંવ

રાજકોટ, તા. ૨૩ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલ સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ગઈકાલે આખો દિવસ ધૂપછાંવવાળુ વાતાવરણ રહ્યુ હતુ, ત્યાર બાદ સાંજના સમયે વરસાદ વરસ્યો હતો.

આજે પણ સવારથી વાદળુછાંયુ વાતાવરણ કોઈ કોઈ જગ્યાએ રહ્યુ છે તો કોઈ જગ્યાએ ધૂપછાંવવાળુ વાતાવરણ છે. આવા વાતાવરણ વચ્ચે આજે બપોરે ૨ થી ૪ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજકોટમાં પણ આજે સવારથી થોડીવાર વાદળા છવાઈ જાય છે તો થોડીવારમાં તડકો નિકળે છે. આવુ વાતાવરણ સાંજે પણ યથાવત રહ્યુ છે.

(4:24 pm IST)