Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

દ્વારકાધીશ ભગવાનના દર્શને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી

દેવભુમિ દ્વારકા : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે  આજે દ્વારકા ખાતે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. તેઓશ્રી વહેલી સવારે જામનગરથી નીકળી દ્વારકા સરકીટ હાઉસ ખાતે ટુંકુ રોકાણ કરી જગતમંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જગતમંદિર ખાતે રાજયપાલશ્રી સાથે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીણા, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર અને પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયા, દ્વારકા પ્રાંત અધિકારી દર્શન વિઠલાણી ટ્રસ્ટના કમલેશ શાહ સહિતના અધિકારીઓએ પણ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. (તસ્વીર : અહેવાલ  વિનુભાઇ સોમાણી)

(1:16 pm IST)