Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

એસ્સાર પોર્ટ્સે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૨૦.૦૭ કાર્ગો વૃદ્ઘિ રેકોર્ડ કરી

કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૨૦.૦૭ ટકાની વૃદ્ઘિ સાથે ૨૭.૨૯ એમટી કાર્ગો સંચાલન કર્યું

જામનગર, તા. ર૩ : પૂર્વ અને પશ્યિમ ભારતનાં દરિયાકિનારાઓ પર ચાર ટર્મિનલની કામગીરી સાથે એસ્સારનાં પોર્ટ બિઝનેસે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કાર્ગો વોલ્યુમમાં ૨૦.૦૭ ટકાની વૃદ્ઘિ સાથે ૨૭.૨૯ મિલિયન ટન (એમટી)નું સંચાલન કર્યું છે.

આ વૃદ્ઘિ માટે મુખ્યત્વે થર્ડ-પાર્ટી કાર્ગોમાં ગયા વર્ષનાં સમયગાળાની સરખામણીમાં ૧૮૩.૨૧ ટકાની વૃદ્ઘિ જવાબદાર હતી. કેપ્ટિવ ગ્રાહકોમાંથી કાર્ગો વોલ્યુમ પણ ૬ ટકા સુધીનો વધારો થયો છે.

આ કામગીરી પર એસ્સાર પોર્ટ્સ લિમિટેડનાં એમડી અને સીઇઓ શ્રી રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે,  થર્ડ-પાર્ટી બિઝનેસમાં નોંધપાત્ર વધારો સંપૂર્ણ વોલ્યુમમાં અમારી વૃદ્ઘિ માટે મુખ્ય પરિબળ છે. આ સાથે અમારું ધ્યાન કાર્યકારી ક્ષમતા વધારવા અને કાર્યકારી ખર્ચ લદ્યુતમ કરવા પર કેન્દ્રિત છે, જેથી ઊંચી વૃદ્ઘિ નોંધાઈ છે. એસ્સાર પોર્ટ્સે સેકટરનાં સરેરાશ વૃદ્ઘિદરને સતત પાછળ રાખ્યો છે, જે અમારી આર્થિક કામગીરીમાં વધારો દર્શાવે છે.

ટર્મિનલ-મુજબ કામગીરી હઝિરા

૫૦ એમટીપીએની ક્ષમતા ધરાવતાં આ ટર્મિનલે નીચેની ખાસ કામગીરીઓ કરી હતીઃ

(૧) ગયા વર્ષનાં સમાન ગાળાની સરખામણીમાં ૩.૨૪ ટકાની વૃદ્ઘિ સાથે ૧૪.૧૭ એમટી કાર્ગોનું સંચાલન, (ર) નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦દ્ગક્નત્ન પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં થર્ડ-પાર્ટી બિઝનેસમાં ૨૪.૪૬ ટકાની વૃદ્ઘિ, (૩)થર્ડ-પાર્ટી કાર્ગોનો હિસ્સો વધીને ૧૬.૧૬ ટકા થયો

વિઝાગ

ભારતની સૌથી મોટું આયર્ન ઓર હેંડલિંગ ટર્મિનલ ૨૪ એમટીપીએ એસ્સાર વિઝાગ ટર્મિનલ (ઇવીટીએલ) વિશાખાપટનમ પોર્ટની બહાર સ્થિત છે, જેણે નીચેની ખાસ કામગીરી કરી હતી, (૪)ગયા વર્ષનાં સમાન ગાળાની સરખામણીમાં ૫૨.૨૨ ટકાની વૃદ્ઘિ સાથે ૫.૯૧ એમટી કાર્ગોનું સંચાલન

-એન્કર કસ્ટમર બિઝનેસમાં ૭.૧૭ ટકાની વૃદ્ઘિ

-નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં થર્ડ-પાર્ટી બિઝનેસમાં ૨૭૭.૭૬ ટકાની વૃદ્ઘિ

-થર્ડ-પાર્ટી કાર્ગોનો હિસ્સો વધીને ૪૧.૬૨ ટકા થયો

-૨૦ એમટીપીએ એસ્સાર બલ્ક ટર્મિનલ સલાયા (ઇબીટીએસએલ) સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઊંડી ડ્રાફ્ટ સુવિધા ધરાવે છે, જેણે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦દ્ગક્નત્ન પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૩.૨૨ એમટી કાર્ગોનું સંચાલન કર્યું છે.

પારાદીપ પોર્ટમાં ૧૬ એમટીપીએ એસ્સાર બલ્ક ટર્મિનલ પારાદીપ (ઇપીટીપીએલ)એ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૪ એમટી કાર્ગોનું સંચાલન કર્યું છે.

(1:10 pm IST)