Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કલ્યાણપુરના પીંડારા પાસે ૧૧૪૮ હેકટર જમીન ગેરકાયદે ફાળવાઈ

જીલ્લા પંચાયત પ્રમુખે સંકલન સમિતિની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો

ખંભાળીયા, તા. ૨૩ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પાસે આવેલી ઘડી ડીટરજન્ટ કંપનીને તેના પ્લાન્ટના સંદર્ભમાં કલ્યાણપુર તાલુકામા પીંડારા ગામ નજીકના વિસ્તારમાં ૧૧૪૮ હેકટર જેટલી વિશાળ જમીન કોઈ જાતના નિયમો ધ્યાને લીધા વગર સરકારી તંત્રએ લ્હાણી કરતા આ મુદ્દે ગ્રામજનોની ફરીયાદ તથા રજૂઆતના પગલે તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ જિલ્લા સંકલન સહફરીયાદની મિટીંગમાં ગ્રામજનોનો આ મહત્વનો પ્રશ્ન દેવભૂમિ જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજાએ ગંભીર રીતે ઉઠાવ્યો હતો.

તંત્ર દ્વારા જંગલ ખાતાના અધિકારી, ગ્રામ આગેવાનો, જિ.પં. પ્રમુખ તથા દ્વારકા ડે. કલેકટરની કમીટી બનાવીને આ અંગે જરૂરી તપાસ કરવા માટે હુકમ કરેલ છે.

(1:08 pm IST)