Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કોટડાસાંગાણી બસ સ્ટેન્ડ બન્યું સુવિધાસભરને બદલે દુવિધા સભર!!

બસ સ્ટેન્ડની દિવાલોમાં અનેક જગ્યાએ તિરાડો છે : ૪૨ ગામનો તાલુકાને બસ સુવિધામાં ભારે અન્યાય : બાથરૂમના છતમાં મસમોટા પોપડા ગમે ત્યારે પડે છે

કોટડાસાંગાણી,તા.૨૩: કોટડાસાંગાણી બસ સ્ટેન્ડની હાલત અતી જર્જરિત હોવાથી મુસાફરોની માથે મોતનુ જોખમ મંડળાઈ રહ્યુ છે. છતા જવાબદાર તંત્ર દ્રારા આંખ આડા કાન કરાતા હોવાથી મુસાફરોમા ભારોભાર રોસ ભભુકિ ઉઠ્યો છે.ઙ્ગ

આમતો કોટડાસાંગાણી બેતાલીશ ગામનો તાલુકા હોઈ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કોર્ટ સહિતની અતી મહત્વની કચેરીઓ હોઈ જેથી કામ અર્થે દરરોજના હજારો લોકો મુસાફરો એસટીમા મુસાફરી કરતા હોય છે. પરંતુ કોટડાસાંગાણી બસ સ્ટેન્ડમા સુવીધા ભારે અભાવ જોવા મળે છે. જેમા એક તો બેસવા લાયક યોગ્ય બેંચની પણ સુવીધા નથી જે છે તે પણ યોગ્ય કહી શકાય તેવી નથી અને બસ સટેન્ડની દિવાલોમા તીરાડો તેમજ બકોરા પડી ગયેલા છે. છતા તંત્રના પેટનુ પાણી પણ હલતુ નથી.

એક તરફ સરકાર એસટી પાછળ કરોડોના બજેટની ફાળવણી કરે છે પરંતુ કયાક અધીકારીઓના આયોજનના અભાવેજ સરકારને મુસાફરો તરફથી મળતાઙ્ગ પ્રહારો નો સામનો જયારે મુસાફરોને સુવીધાને બદલે દુવીધા ભોગવવાનો વારો આવતો હોઈ છે. અહીયા નથી યોગ્ય પાણી કે નથી યોગ્ય બાથરૂમની સુવીધા બાથરૂમમા પ્રવેસતાજ જાણે મોત બનીને છત પર લટકી રહેલા પોપડાના કારણે મુસાફરોને બાથરૂમ ગયા વીનાજ વીલા મોઢે નીસાસો નાખીને પાછા ફરવાનો વારો આવે છે. અનેક રજુઆત છતા કોઈ કામગીરી કરાતી નથી

બેતાલીશ ગામના તાલુકાના બસ સ્ટેન્ડને જોઈને અજાણ્યા લોકો આ ગામના વીકાસની રૂપરેખાનો અંદાજ લગાવી લેતા હશે. બસ સ્ટેન્ડની દિવાલ પડી ગયેલી તીરાડો અને એક ફુટ જેટલા બકોરાથી અંદર બેસવુ મતલબ યમરાજની નજીક જવા સમાન બને છે. બેસવાની પુરતી યોગ્ય વ્યવસ્થા દિવાલોમા પડી ગયેલી તીરાડો અને બકોરા કમ્પાઉન્ડમાં ઉગી નીકળેલા દ્યાસ. બાથરૂમની અંદર લટકતા છતના પોપડા જેવી અનેક દુવીધાથી દ્યેરાયેલા આ બસ સ્ટેન્ડમા બેસવા કોઈ મુસાફર રાજી નથી પરંતુ ના છુટકે મુસાફરોને બેસવુ પડે છે. ત્યારે એસટી તંત્ર જર્જરીત બસ સ્ટેન્ડ તોડી પાડી નવા આધુનીક બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તે જરૂરી બન્યુ છે.

(11:49 am IST)