Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

માંગરોળમાં વિજ કૌભાંડ મુદ્દે દિવાળી બાદ ધરણા ઉપવાસની ચિમકી

માંગરોળ, તા.૨૩: માંગરોળના કરોડોના વિજ કૌભાંડો બાબતે લડત કરતા એકટીવીસ્ટ હમીરભાઈ ધામા એ રાજયના ઉર્જા સચિવને પત્ર પાઠવી તેમને સીએમ કાર્યાલય ના તા.૧૦/૧૦/૧૯ પત્રથી પોતાની ફરીયાદો બાબતે સત્વરે તપાસ કરાવી તેનો ન્યાયી ઉકેલ લાવવા અને કરાયેલ કાર્યવાહીની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા આપેલ સુચના આદેશ ની અમલવારી કરવા માંગ કરી આ પ્રશ્ર્ને દાખવાતી ઉદાસીનતા સામે દિવાળીના તહેવારો બાદ પોતે વડાપ્રધાનના વડનગર (ગુજરાત) ના નિવાસથાન સામે બે કલાકના ધરણાં ઉપવાસ કરનાર હોવાની જાણ કરી છે

માંગરોળ વિજ ડીવીઝનના ૨૦૧૩થી કરાઈ રહેલા કરોડોના વિજ કૌભાંડો બાબતે ૨૦૧૭થી આધાર-પુરાવા સાથે ની અનેક ફરીયાદો બાબતે કોઈ કાર્યવાહી ન કરાતા એકટીવીસ્ટ હમીરભાઈ ધામા એ ગાંધી જયંતિ એ પોરબંદર વિજ સર્કલ કચેરી સામે બે કલાકના ધરણાં ઉપવાસ કરી અધિક્ષક ઈજનેર ને આવેદનપત્ર પાઠવી કૌભાંડો ની તટસ્થ તપાસની માંગ કરી હતી જેને વિજ તંત્ર એ ગંભીરતાથી ન લેતા ગત તા.૨૧-૧૦-૧૯ ના રોજ ગુજરાતના સીએમ રૂપાણીના રાજકોટના નિવાસથાને બે કલાકના ધરણાં ઉપવાસ કરવાની કરેલ જાહેરાત મુજબ ધરણાં કરવા રાજકોટ પહોંચતા જ ગાંધીગ્રામ પોલીસે તેની અટકાયત કરી ધરણાં સ્થળે જતા અટકાવ્યા હતા અને મોડી સાંજે છોડી ધરણાં કરતા અટકાવ્યા હતા.

ધરણા કાર્યક્રમ બાદ પણ તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો ગુજરાત વિધાનસભા સામે આખો મીંચી ધ્યાન મુદ્રા માં બેસેલા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે 'આંખે ખોલો બાપુ' ના વિનંતી સુત્ર સાથે ધરણાં કરી તંત્રને જગાડશે.

(11:48 am IST)