Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ઉપલેટા સેવા સેતુ કાર્યક્રમમાં સરકારી એજન્સી ગેરહાજર રહેતા કોંગ્રેસ દ્વારા તાળાબંધીની ચીમકી

શહેર કોંગ્રેસ પ્રમુખ ચોટાઇ દ્વારા ચીફ ઓફીસરને આવેદન

ઉપલેટા તા. ર૩ : રાજય સરકાર દ્વારા તાલુકા તથા ગ્રામ્ય પ્રજાને સરકારી કચેરીઓમા ધકકા ન ખાવા પડે તે ઇરાદાથી તમામ ખાતાના અધિકારીઓની હાજરીમાં જે તે ખાતાની કામગીરી એકજ જગ્યાએ કરી આપવાના કાર્યક્રમને રાજય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું નામ આપવામાં આવે સેવા સેતુનો કાર્યક્રમ પાલિકા દ્વારા કન્યાશાળામાં રાખવામાં આવેલ હતો.

પ્રથમ દિવસેજ આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. આધાર કાર્ડ અને બહુમાળી ભવનના અધિકારીઓ હાજર ન રહેતા નગરપાલિકાએ કરેલ જાહેરાતથી લોકો કામ કરાવવા આવતા હતા પરંતુ ટેબલો ખાલી જણાતા આ ફરીયાદો શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ તથા ડાયાભાઇ ગજેરા, લાખમણભાઇ ભોપાળા, ધર્મેશ ભાષા, જગદીશ પંડિત પાસે આવતા તપાસ કરતા અધિકારીઓ હાજર ન હોવાનુ જણાતા ચીફ ઓફીસને આવેદન આપી તાત્કાલીક આ ટેબલ ચાલુ કરવા અને આજે આ ટેબલો ચાલુ ન થાઇ તો કોંગ્રેસ દ્વારા આ સેવા સેતુના કાર્યક્રમને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવેલ છે.

(11:36 am IST)