Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કેશોદમાં માવઠું : માળીયા હાટીના પંથકમાં પવન સાથે વરસાદ

વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતા : મગફળીના પાકને નુક્શાનની શકયતા

ચોમાસાએ વિદાય લીધી હોવા છતાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ માવઠુ પડ્યું છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે મગફળીને નુકશાન થવાની ભીતી છે.

  જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયું છે. જુથળ, પાણીધ્રા, ગળોદર, ભંડુરી સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

(11:54 pm IST)