Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મોરબીના પરિવારને અકસ્‍માત : બે બાળકોના મોત : પાંચને ઇજા

કચ્‍છના માતાના મઢ દર્શન કરી પરત ફરતા છકડાને ગાંધીધામ પાસે ટ્રકે હડફેટે લેતા અકસ્‍માત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : નવરાત્રિ પૂર્વે જ માતાના મઢ મધ્‍યે દર્શન કરવા શ્રધ્‍ધાળુઓ મોટી સંખ્‍યામાં ઉમટી રહ્યા છે. તે વચ્‍ચે ગત મોડી રાત્રે માતાના મઢથી દર્શન કરી છકડામાં પરત મોરબી ફરી રહેલા પરિવારને ગાંધીધામ નજીક અકસ્‍માત નડ્‍યો હતો.ᅠ

પડાણા ગામ નજીક હાઇવે ઉપર અજમેરી હોટલ પાસે ટ્રક ચાલકે છકડાને હડફેટે લેતા બે બાળકોના અરેરાટી ભર્યા મોત નીપજયા હતા. જયારે પાંચ જણને ગંભીર ઈજાઓ થઈ હતી.ᅠ અકસ્‍માતમાં મૃત્‍યુ પામનારા બાળકોની ઉમર ૮ વર્ષ અને ૧૦ વર્ષની હોવાનું અનુમાન છે. જયારે ઈજાગ્રસ્‍તોને હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.ᅠ

અકસ્‍માતગ્રસ્‍ત પરિવારના નામ અને ઓળખ હજી થઈ શક્‍યા નથી. અકસ્‍માત થયા બાદ તમામને ૧૦૮ ની મદદથી ગાંધીધામની સરકારી રામબાગ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

(10:30 am IST)