Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

જૂનાગઢમાં ઓરિસ્સાના ચાર શખ્સો ૩૯ કિલો ગાંજા સાથે ઝડપાયા

ડીલવરી કરે તે પહેલા એસઓજીએ દબોચી લીધાઃ ૪ લાખનો મુદ્દામાલ જપ્ત

જુનાગઢ તા. ર૩: જુનાગઢમાં ઓરિસ્સાનાં ચાર શખ્સોને રાત્રે એસઓજીએ ૩૯ કિલો ગાંજા સાથે ઝડપી લઇ રૂ. ૪ લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હોવાનું જાણવા મળેલ છે.

આઇ.પી. સુભાષ ત્રિવેદી અને એસજીપી સૌરભસિંઘની સુચના જુનાગઢ એસઓજનાં પી.આઇ. જે. એમ. વાળા તથા સ્ટાફનાં રાજુ ઉપાધ્યાય, સામતભાઇ બારૈયા, પુંજાભાઇ ભારાઇ, મહેન્દ્ર ડેર, અનિરરૂધ્ધ વાંક, મજીદખાન વગેરે ગત રાત્રે જુનાગઢ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ચાર શખ્સો કેફી પદાર્થ ગાંજાની ડીલવરી આપવા આવવાનાં હોવાથી બાતમી મળતા જુનાગઢ પાસેનાં સાબલપુર ગામ પાસે વોચ ગોઠવી હતી.

આ દરમ્યાન ચાર શખ્સોની શંકાસ્પદ હિલચાલ જણાતા એસઓજી દ્વારા આ ઇસમો પાસેનાં થેલાની તલાશી લેતાં તેમાંથી ૩૯ કિલો ૭૭ર ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

આથી પોલીસે ગાંજો અને ચાર મોબાઇલ સહિત કુલ રૂ. ૪,૧૬,૪૬૦ની કિંમતનો મુદામાલ કબ્જે કરી ચારેય ઇસમોની ધરપકડ કરી હતી.

પુછપરછમાં આ ચારેય શખ્સો ઓરિસ્સા રાજયનાં ધારાકોટનાં બાદલગઢ ગામનાં વતની અને હાલ સુરત ખાતે રહેતા સત્યવાન ઉર્ફે બાદલ જુરજુ જૈન (ઉ.વ. ર૩, સત્યાસી તારેણી સ્વાઇન (ઉ.વ. ર૦), બલબામ શંકર પ્રધાન (ઉ.વ. ર૦) અને સીબા પ્રફુલશા (ઉ.વ. રર) હોવાનું ખુલ્યું હતું.

આ ચારેય શખ્સો સુરતથી જુનાગઢ ખાતે ગાંજાની ડીલવરી આપવા આવ્યા છતાં પરંતુ તેઓ સફળ થાય તેુ પહેલા એસઓજીનાં કાફલાએ ઝડપી લઇ ચારેય વિરૂધ્ધ જુનાગઢ તાલુકા પોલીસમાં કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પીએસઆઇ બી.કેમ. વાઘમશી ચલાવી રહ્યા છે. (૭.૧૯)

(1:26 pm IST)