Gujarati News

Gujarati News

  • અમેરીકાએ ફરીથી પાકિસ્તાનને લબલબાવ્યું : વોશિંટનઃ અમેરીકાએ ફરી એક વખત પાકિસ્તાનને તતડાવી આડે હાથે લીધેલ છે. આતંકવાદના મુદે પાકિસ્તાનને અમેરીકાએ ફરી એક વખત આકરી ચેતવણી આપતા કહ્યું છે કે ભારત પર હુમલો કરનારા તત્વો ઉપર લગામ લાવો. પાકિસ્તાનને ઘુસણખોરી રોકવાનું પણ કહ્યું છે. access_time 1:25 pm IST

  • બિહારમાં એક સાથે ત્રણ જગ્યાએ સરકારી નોકરી કરતો હતો નટવરલાલ એન્જીનીયર :30 વર્ષ બાદ થયો ચોંકાવનારો ખુલાસો ;કિશનગંજના મકાન વિભાગના સહાયક પદે કાર્યરત સુરેશ રામ એક સાથે ત્રણ ત્રણ જિલ્લામાં અલગ અલગ વિભાગોમાં નોકરી કરતો અને પગાર લેતો હતો :સુરેશ રામ કિશનગંજ સહીત સુપૌલમાં જળસંસાધન વિભાગ પૂર્વી તટબંધ ભીમનગર અને બાંકામાં જળસંસાધન વિભાગમાં અવર પ્રમંડળ બેલહરમાં પણ આ સહાયક તરીકે કાર્યરત હતો access_time 1:02 am IST

  • FATFએ બ્લેક લીસ્ટમાં નાખ્યું પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝટકો : પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે કરંટ લાગ્યો છેઃ ટેરર ફંડીગ અને મની લોન્ડ્રીંગ મામલે એફએટીએફએ પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં નાખ્યું છેઃ એશિયા પેસીફીક ગ્રુપના રીપોર્ટ બાદ પાકિસ્તાનને બ્લેક લીસ્ટ જાહેર કરાયું access_time 1:26 pm IST