Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ભાવનગરમાં આજથી ત્રિદિવસીય લોકમેળાનો રંગારંગ પ્રારંભ

યુવક સેવા-સાંસ્કૃતિક વિભાગ- સંગીત નાટક અકાદમી અને વિભાવરીબેન દવે દ્વારા આયોજન

ભાવનગર તા.૨૩:ગુજરાત રાજય યુવક સેવા-સાંસ્કૃતિક વિભાગ-સંગીત નાટક અકાદમી અને વિભાવરીબેન દવે પ્રેરીત તારીખ ૨૩/ ૨૪/૨૫ ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી ચાલનારા જન્માષ્ટમી લોકમેળાનો કાલથી જવાહર મેદાન ખાતે ભવ્ય શુભારંભ થશે. આ વર્ષે લોકમેળામાં અવનવી યાંત્રિક રાઇડ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખરીદી માટેના વિવિધ સ્ટોલસ, તથા સેલ્ફી ઝોન વગેરે લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.

આ લોકમેળામાં આ વર્ષે પ્રથમ વખત મહિલા કારીગરોના કસબને પ્રોત્સાહન આપવા હસ્તકલાના ૫૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તેમજ અવનવી યાંત્રિક રાઇડ્સ અને ખરીદી માટેના વિવિધ સ્ટોલ આ મેળાની શોભા વધારશે. આ લોકમેળામાં સતત ત્રણ દિવસ સુધી મુખ્ય સ્ટેજ પરથી રાજયના ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થશે.

આ લોકમેળામાં લોક મનોરંજન અંગેની સવલતોમાં કોઇ ઉણપ ન રહી જાય તે હેતુથી જન્માષ્ટમી લોકમેળાની પૂર્વતૈયારીઓની રાજય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ આજરોજ રૂબરૂ મુલાકાત લઇ સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

(11:29 am IST)