Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

પ્રભાસપાટણ ગુરૂકુળમાં નેશનલ સાયન્સ સેમીનાર ર૦૧૯ના જીલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો

પ્રભાસ પાટણઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત હાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત ધર્મ ભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ગીર સોમનાથ દ્વારા જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જી. બી. છોડવડીયા (આચાર્ય એમ. જે. સ્વામીનારાયણ હાઇસ્કુલ) હાજર રહ્યા હતા તેમજ રેખાબેન નાયર (આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કુલ-વેરાવળ) દ્વારા દિ.પ. પ્રાગટય કરી ત્યારબાદ રાહુલભાઇ ઉપાધ્યાય દ્વારા સ્વાગત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લામાંથી કુલ ર૭ શાળના ર૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં પ્રથમ ક્રમે શ્રેયા વેગડ (આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કુલ-વેરાવળ) દ્વિતીયક્રમે સદાતિયા સુહાની (આગાખાન સ્કુલ-ચિત્રાવડ) અને તૃતયક્રમે ડેર હિરેન (સરસ્વતી વિદ્યા મંદિર-સુપાસી) વિજેતા થયેલ હતા આ સ્પર્ધામાંથી વિજેતા પ્રથમ બંને ટીમો આગામી માસમાં સ્ટેટ લેવલે જશે તેમ લોકવિજ્ઞાન કેન્દ્રના એકેડેમી કોડીનેટર વિજયભાઇ કોટડીયા દ્વારા જણાવવામાં આવેલ અને વિજેતા ટીમોને લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન શા. સ્વા. ભકિત પ્રકાશદાસજી તથા સ્વામી માધવચરણદાસજી તથા સ્વામી ધર્મકિશોરદાસજી એ શુભેચ્છા પાઠવી સંચાલન કો-ઓર્ડિનેટર નરેશભાઇ એન. ગુંદરણીયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:27 am IST)