Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જામનગરનાં વાંકીયામાં માનસીક દિવ્યાંગ યુવકનું તળાવમાં ડુબી જવાથી મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: ધ્રોલ તાલુકાના વાંકીયા ગામે રહેતા રવજીભાઈ ખીમજીભાઈ ભોજાભાઈ ચાવડાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.રર–૬–ર૧ના આ કામે મરણજનાર મોહીત રવજીભાઈ ખીમજીભાઈ ચાવડા, ઉ.વ.૧૪, રે. વાંકીયા ગામ વાળા પ૦% માનસીક વિકલાંગ હોય અને ગઈકાલ બપોર પછી ઘરેથી કોઈને કહયા વગર કયાંય જતો રહેલ અને આજરોજ બપોરના વાંકીયા ગામના તળાવ પાસે આવેલ ્યંડા પાણીના વોકળામાં ડુબેલી હાલતમાં મળી આવતા મરણ થયેલ છે.

ગઢળા ગામ જવાના રસ્તે દારૂ સાથે બે ઝડપાયા : એક ફરાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. વનરાજસિંહ માંડણભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૬–ર૧ના લૈયારા ગામે ગઢળા ગામ જવાના રસ્તા ઉપર આ કામના આરોપીઓ નજીર વલીમામદ ખેરાણી, આસીફ ઉર્ફે બાબો વલીભાઈ ખેરાણી, રે. લૈયારા ગામવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ–૬, કિંમત રૂ.ર૪૦૦/– ની રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી મોહનભાઈ ભરવાડ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વર્લીમટકાના આંકડા લખતા બે ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જતીનભાઈ દેવદાનભાઈ ગોગરાએ ફરીયાદ નોંધાવી છે. કે, તા. ર૩–૬–ર૧ના બાલંભા ગામે આ કામના આરોપી નવલસિંહ બચુભા જાડેજા, રાજેશભાઈ મગનભાઈ માલકીયા, રે. બાલંભા ગામ વાળા વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧૬૧૦/– તથા બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,પ૦૦/– મળી કુલ રૂ.રર૧૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

૧૬૬ બોટલ દારૂ ઝડપાયો

 પંચ બી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. કરણસિંહ ગોપાલિંસંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૬–ર૧ના બે ભાઈના ડુંગર પાસે આવેલ કાનાભાઈ માતંગીના ભૈડીયા પાછળ, ઠેબા ગામ જતા રસ્તાની પશ્યીમ બાજુ આવેલ ખરાબામાં જાહેરમાં આ કામના અજાણ્યો ઈસમે ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂ મોકડોવેલ્સ નં.૧, સુપીરીયર વ્હીસ્કી, કાચની કંપની શીલબંધ બોટલો નંગ–૧૬૬, કિંમત રૂ.૮૩,૦૦૦/– ના મુદામાલ બીન વારસુ મુકી રેઈડ દરમ્યાન હાજર નહીં મળી આવી ગુનો કરેલ છે.

મોબાઈલની ઉઠાંતરી કરતો તસ્કર

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં આબીદભાઈ હબીબભાઈ મકવાણા, ઉ.વ.૩૧, રે. ઘાંચીવાડ, સુલેમાન કાસમ શેરી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૬–ર૧ના ઘાંચીવાડ, સુલેમાન કાસમ શેરી, ફરીયાદી આબીદભાઈ ના મકાનમાં ફરીયાદી આબીદભાઈએ પોતાનો મોબાઈલ ફોન વીવો કંપનીનો વી–૧૭ મોડેલનો કિંમત રૂ.ર૦,૦૦૦/–વાળો ઘરની બારીમાં રાખેલ હોય જે રાત્રી સમય દરમ્યાન કોઈ અજાણ્યો ચોર ઈસમ બહારથી બારી માંથી હાથ નાખી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(1:05 pm IST)