Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જુનાગઢ પ્રાથમીક શાળાઓને ફાયર એનઓસી માટે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ વેબિનાર યોજયો

૩૦૯ આચાર્ય તથા શિક્ષકો જોડાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૩ : જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયએ પ્રાથમીક શાળાઓને એનઓસી મેળવવા સંદર્ભે માઇક્રોસોફટ ટીમ દ્વારા વેબિનાર યોજવામાં આવેલ.

જેમાં શ્રી ઉપાધ્યાયએ માર્ગદર્શન આપ્યું હતું. અને પ્રાથમીક શાળાઓને ફાયર એનઓસી મેળવવા સંદર્ભે રજુ કરવાના એક લીસ્ટ અને આધાર ચકાસણી ટીમના સદસ્યોના માર્ગદર્શન બાબતે શ્રી રમેશભાઇ ઉપાધ્યાયાના અધ્યક્ષ સ્થાને વેબિનાર યોજાયો હતો. જેમાં ૩૦૯ આચાર્યો તથા શિક્ષકો જોડાયા હતા. અને ફાયર એનઓસી મેળવવા અંગે ચર્ચાઓ વિચાર વિર્મશ કરાયા હતા આ તકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ઉપાધ્યાયની સુચનાથી મોટા ભાગની શાળાઓએ ફાયર એનઓસી મેળવી લીધી.

(12:56 pm IST)