Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

કચ્છઃ ભાનુશાળી મર્ડર કેસનો આરોપી જયંતિ ઠાકરને જેલમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયોઃ મોબાઇલ કબ્જે

રેન્જ આઇજીની ટીમે જયંતિ ડુમરા સહિત અન્ય ચારને ઝડપી લીધા

ભુજ(કચ્છ):  ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીના મર્ડર કેસના આરોપી ડુમરાવાળા જયંતિ ઠકકરને રેન્જ આઇજીની ટીમ દ્વારા જેલમાં જલસા કરતા ઝડપી લેવામાં આવ્યો છે. કચ્છમાં અત્યાર સુધી તમામ રીતે વગદાર માનવામાં આવતા જયંતિ ડુમરા દારૂની મહેફીલ માણવાની સાથે સાથે પોલીસે એક મોબાઇલ ફોન પણ કબ્જે કર્યો હતો. જયંતિની સાથે ભચાઉ સબ જેલની બેરેકમાંથી પોલીસે અન્ય ચાર આરોપીઓને પણ ઝડપી લીધા હતા.

         જયંતિ ભાનુશાલી હત્યા કેસ ઉપરાંત બેન્ક ઉચાપતા કરોડો રૂપિયાના કૌંભાડમાં આવી ગયેલા જયંતિ જેઠાલાલ ઠકકર જેલમાં મહેફીલ માણી રહયા હોવાની ફરીયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. જેને  પગલે વાર્ષિક ઇન્સપેકશનમા ભચાઉ આવેલા રેન્જ આઇજી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તાત્કાલીક પોલીસ અધિકારીઓને સરપ્રાઇઝ ચેકીંગ કરવાની સુચના આપી હતી.

         પોલીસે ભચાઉ સબ જેલમાં ઓચિંતી તપાસ કરી તો જે બેરેકમાં જયંતિ ડુમરા હતો ત્યાં અન્ય ચાર દારૂની મહેફીલ માણી રહ્યા હતા. પોલીસે જયંતિની તલાશી લીધી તો તેની પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. જેને પગલે પેાલીસે જયંતિ ડૂમરા સહીત અન્ય ચાર શખ્સ સામે  પ્રોહીબીશનની જોગવાઇ ઉપરાંત જેલમાં આવૃ કૃત્ય કરવા બદલ  પ્રિઝન એકટ તળે પણ અલગ અલગ ગુના દાખલ કર્યા હતા.

         જેલમાં ઝડપાયેલા જયંતિ સહીતના પાંચ આરોપી પૈકી જયંતિના ગામ ડુમરાનો રઝાક ઇબ્રાહીમ તો જયંતિની સેવા ચાકરી કરવા માટે ભચાઉ સબ જેલમાં ખાસ ગેરકાયદે પ્રવેશ કરીને આવ્યો હોવાનું બોર્ડર રેન્જના ઇન્સપેકટર જનરલ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ.

 

 

(10:33 pm IST)