Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

પોરબંદર દરિયામાં ૬ માસ પહેલા હેરોઇન સાથે ઝડપાયેલ હેનરી બોટને ભાંગી નખાશે

પોરબંદર તા.૨૩: દરિયામાં ૬ માસ પહેલા ૪૫૦૦ કરોડના હેરોઇન સાથે ઝડપાયેલી બોટને પોરબંદર કાંઠે ભાંગી (શીપ બ્રેકીંગ)નાખવામાં આવશે.

આ બોટ ઝડપાય ગયા બાદ આ બોટનું હરરાજીથી વેચાણ કરવા હુકમ થયો હતો આ બોટને એક પાર્ટીએ ખરીદીને પોરબંદર કાંઠે રાખેલ છે. બોટને ભાંગી નાખવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થાય તેવું જાણવા મળે છે તાજેતરમાં કચ્છના દરિયામાં ૬૦૦ કરોડના ડ્રગ્સ સાથેની બોટને ૬ પાકિસ્તાની સહિત ૧૧ને ઝડપી લેવામાં આવેલ બોટમાં સામાન્ય રીતે ૩ થી ૪ ખલાસી હોય છે ઝડપાયેલ બોટમાં વધારાના શખ્સો આતંકવાદી હોવાની શંકા  થઇ રહી છે ઉડાણપુર્વક તપાસ જરૂરી બની છે.

(2:33 pm IST)