Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જામનગર લાખોટા તળાવમાં ગંદકી

જામનગરઃ તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાએ લાખોટા તળાવમાં જળચરોના જીચ બચાવવા રણજીતસાગરમાંથી પાણી લાખોટામાં ઠલવવાનો નિર્ણય લીધો છે.. અને ૨૩મે થી તેની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત થઇ છે ત્યારે ૨૨ તારીખની બપોરની આ તસ્વીરો જોતા એવું જણાય છે કે લાખોટામાં આવનાર પાણી તળાવના જળચરોને જીવતદાનની બદલે મોત આપશે.. ગંદકી થી ખદબદતી આ કેનાલ મારફત તળાવમાં આવનાર સાગરના ડેડ વોટર સાથે કેનાલની તમામ ગંદકી પણ તળાવમાં ઠલવાશે અને તળાવનું પાણી પ્રદૂષિત થશે જેના પરિણામે તળાવમાં રહેલા જળચરો પર મોતની તલવાર મંડરાય રહી છે. ખરેખર લાખોટામાં હજુ પાણી છે જ અને તે વરસાદ સુધી ટકી રહેવાની સંભાવના છે તેમ છતાં તળાવમાં પાણી ઠાલવવાના નિર્ણય પાછળ જે મેલી મુરાદની શકયતા છે તે એ છે કે.. રણજીતસાગરમાં હવે પુરતંુ પાણી નથી જે છે તે ડેડ વોટર જ છે જે પીવાના ઉપયોગમાં લઇ શકાય નહી એટલે શહેરની પ્રજાને પાણી આપવામાં મહાનગરપાલિકાની પોલ ખુલી પડી જાય તેમ છે... સાશકો પોતાની પોલ ખુલી ન પડે તે માટે શહેરની પ્રજા પર વધુ બે દિવસનો પાણી કાપ ઠોકી તળાવ ભરવાનું નાટક કરી રહ્યા છે. હાલના સમયમાં પીવાના પાણીની વધુ અગત્યતા હોય તળાવમાં પાણી હોવા છતા તળાવમાં પાણી ઠાલવવાનો નિર્ણય ર્શકાસ્પદ બની રહ્યો છે તેમ કહેવુ અતિશયોકિત ભર્યુ નથી. (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર-જામનગર)

(12:02 pm IST)