Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સુરેન્દ્રનગરમાં સ્વાઇન ફલુ કોલેરા અને ટાઇફોઇડના વધતા કેસ

સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાયા : નળના પાણીમાં દુષિત પાણી ભળવાની ફરિયાદો : જવાહર ચોક સહિત વિસ્તારોમાં ફરિયાદો

સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાં દર્દીઓની લાઇનોની તસ્વીર.

વઢવાણ તા.૨૩ : સુરેન્દ્રનગર રોગચાળાના ભરડામાં આવી રહ્યુ હોય તેમ સ્વાઇનફલુ, કોલેરા, ટાઇફોઇડ, કમળો, ઓરી, અછબડાના કેસ વધ્યા છે.

શહેરમાં ભયાનકપણે રોગચાળો ફેલાયો છે. છેલ્લા ઘણા જ લાંબા સમયથી સ્વાઇનફલુનો કાળો કહેર વળાયેલો રહ્યો છે. જેમાં ૭ થી વધુ માનવોના મોતનો ભોગ બન્યા છે ત્યારે વળી સુરેન્દ્રનગરમાં ખાનગી અને સરકારી દવાખાના દર્દીઓની ઉભરાયેલા જોવા જાણવા મળી રહ્યા છે.

હાલમાં માંદગીના બિછાને લોકોમાં ટાઇફોઇડના દર્દીઓ અને કોલેરા, કમળાના અસહ્ય દર્દીઓ જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર શહેરમાં મળીને અંદાજે ૧૦૦ જેટલા લોકોમાં યુવાનો બહેનો નાનામોટા બાળકો સહિતના લોકો હાલમાં ઓરી અછબડાના કેસો પણ ધ્યાનમાં આવ્યા છે.

શહેરમાં વિતરણ થતુ પાણી જેમા ગટરોના ગંદા પાણી મીલાવટ સાથે આવે છે અને આવા પાણીના સેવનના કારણે હાલ સુરેન્દ્રનગરમાં ટાઇફોઇડ, કોલેરા, કમળાના દર્દીઓની સંખ્યાઓ વધી છે. શહેરમાં અનેક જગ્યાઓ ઉપર લાઇનો લીકેજ થતી જોવા મળી રહી છે.

સુરેન્દ્રનગર મોરબીનો વોર્ડ ૧ થી ૩ શેરી સ્વામીનારાયણ મંદિરના ડેલામાં પતરાવાળા વિસ્તાર જવાહરચોકમાં સુથાર ગલી જેલ ચોક વગેરે વિસ્તારમાં પિવા લાયક પાણી ન આવતુ હોવાનુ અને ગંદા પાણી આવતુ હોવાનુ હાલમાં જાણવા મળેલ છે. ઉનાળાના તાપમાન વધતા રોગચાળો પાણીજન્ય રોગચાળો માથુ ઉચકી રહ્યો છે.

(11:55 am IST)