Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

૧૦૧૦૮ પોસ્ટલ અને સર્વિસ વોટની ગણના સાથે જૂનાગઢ લોકસભા બેઠકની મત ગણતરી

મત ગણતરી સ્થળ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે ભારે ઉતેજના-ચુસ્ત બંદોબસ્ત

 જુનાગઢ તા.૨૪: ૧૦૧૦૮ પોસ્ટલ અને સર્વિસ વોટની ગણના સાથે જુનાગઢ લોકસભા બેઠકની મત ગણતરીનો ભારે ઉતેજના વચ્ચે સવારથી પ્રારંભ થયો છે.

ગત ૨૩ એપ્રિલના રોજ લોકસભા સામાન્ય ચુંટણી માટે ગુજરાતમાં જુનાગઢ સહિત બેઠકનું મતદાન થયુ હતુ. જેમાં ૧૨ ઉમેદવારોના ભાવિ  ઇવીએમમાં કેદ થયા હતા.

જુનાગઢમાં લોકસભા બેઠકની મત ગણતરી કૃષિ ઇજનેરી કોલેજ ખાતે સવારથી હાથ ધરવામાં આવી છે જેમાં પ્રથમ સવારે ૭ના ટકોરે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધી બી દેખરેખ નીચે રાજકીય પક્ષોની હાજરીમાં સ્ટ્રોગ રૂમ ખોલવાાં આવ્યો હતો.

બાદમાં સવારે ૮ કલાકે ૧૦૧૦૮ પોલીસ અને સર્વિસ વોટની ગણના સાથે મત ગણતરી શરૂ કરવામાં આવેલ.

મત ગણતરી માટે કુલ ૧૧ એઆરઓ દેખરેખ રાખી રહ્યા છે. ઉપરાંત જપ્ત ગણતરી સ્ટાફમાં ૫૨૫ કર્મચારીઓ, ૧૦૮ કાઉન્ટીગ સુપર વાઇઝર,૧૧૬ માઇકો સોલ્જર્વર,૨૧૬ કાઉન્ટીંગ આસીસ્ટન્ટ, ૧૫૦ પટ્ટાવાળા મળી કુલ ૧૧૧૫ કર્મચારી ઓનીમત ગણતરી માટે ગોઠવણ કરવામાં આવી છે.

જૂનાગઢ લોકસભા બેઠકમાં કુલ ૩૮ રાઉન્ડમાં મત ગણતરી થશે જેમાં જુનાગઢના ૨૦ વિસાવદરના ૨૩, માગરોળના ૧૭, સોમનાથના ૨૦, તાલાલાના ૧૯, કોડીનારના પણ ૧૯ અને ઉના વિધાનસભા લેગના ૨૦ રાઉન્ડ રહેશે.

જેમાં એક વિધાનસભા બેઠક દીઠ પાંચ એમ કુલ ૩૫ મતદાન મથકના વીવીપેટની મત ગણતરી કરવામાં આવી છે.

મત ગણતરી સ્થળ કૃષિ ઇજનેરી કોલેજ ૨૦૦ મીટરમાં વાહનો લઇ જવાપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે કાયદો વ્યવસ્થા માટે આઇજીપી સુભાસ ત્રિવેદીની સુચનાથી એસપી સૌરભસિંઘ દ્વારા ચુસ્ત બદોબસ્ત ગોઠવાયો છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:06 am IST)