Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં નિરસ મતદાન ; અમરેલીમાં સૌથી ઓછું 55,73 ટકા મતદાન

સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યની સરખામણીમાં મતદાનમાં નીરસતા જોવા મળી છે દેશના સૌથી મોટા જિલ્લા અને અનુસૂચિત જાતિ માટે અનામત એવી કચ્છ બેઠક પર સૌથી ઓછું મતદાન થયું હતું. આ મતદાનની ટકાવારી 56.76 ટકા સુધી રહિ હતી.

  બીજી તરફ સૌરાષ્ટ્રનાં પાટનગર ગણાતી રાજકોટ બેઠક પર 63.11 ટકા મતદાન નોંધાયું હતું. તો જામનગર લોકસભા બેઠક પર 58.49 ટકા જેવું નિરસ મતદાન થયું હતું. તેમજ પોરબંદર બેઠક પર 56.73 ટકા મતદાન થયું છે.

આ તરફ કોળી મતદારોનું પ્રભત્વ ધરાવતી જુનાગઢ લોકસભા બેઠક પર 58.63 ટકા મતદાન થયું છે. બીજી તરફ વિપક્ષી નેતા પરેશ ધાનાણી જે બેઠક પરથી ઉમેદવાર છે તે અમરેલી લોકસભા બેઠક પર 55.73 ટકા મતદાન નોંધાયું છે. તો બીજી તરફ ભાવનગર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર અનુક્રમે 57.63 ટકા અને 54.66 ટકા મતદાન નોંધાયું છે.

(11:20 pm IST)