Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ભાવનગરના સિહોરની કન્યાશાળા ૨ માં ઇવીએમ ખોટવાયું: તંત્રમાં દોડધામ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૩:  સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં સિહોર ભાવનગર સહિત રાજયની ૨૬ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે મતદાન શરૂ થતાની સાથે જ કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાયા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. હાલ સિહોરની જનતામાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો દરેક બુથ પર લાંબી લાંબી લાઇનો કરીને ઉભા છે. પરંતુ સિહોરના જુના સિહોર વિસ્તારની કન્યા શાળા બુથ નં ૧૯૫ માં ઈવીએમ ખોટકાયાના સમાચારો સામે આવ્યા છે ત્યારે અહીં મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે લોકોમાં ઉચાટ દેખાઈ રહો છે ત્યારે હાલ તંત્ર વિભાગ પહોચ્યું છે.

(3:49 pm IST)