Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ડાંગ દાવદહાડ તથા ધુબડીયા ગામે ચૂંટણીનો બહિષ્કાર :પુલ બનાવવા માંગને લઇને મતદાનનથી રહ્યા વેગળા

સરકારી તંત્ર અને રાજકીય પાર્ટીઓમાં દોડધામ મચી

ડાંગ દાવદહાડ તથા ધુબડીયા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ડાંગના દાવદહાડ ગામે વર્ષોથી પુલની માંગને લઈ ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ત્યારે સવારે ૧૦ વાગ્યા સુધી અહીં એકપણ મતદારે મતદાન કર્યું નથી

  . ચૂંટણી બહિષ્કારની ગ્રામજનો દ્વારા અગાઉથી જ લેખિત જાણ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી. ત્યારે ચૂંટણી બહિષ્કાર થતા સરકારી તંત્ર અને રાજકીય પાર્ટીઓમાં દોડધામ મચી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, પૂલ ન હોવાના કારણે ગ્રામજનોને ચોમાસામાં નદી જાતે પાર કરીને જવુ પડે છે. તેમજ આ પરિસ્થિતિમાં ગત વર્ષે 2 લોકોને સર્પદંશ થયા હતા, અને બંનેના મોત નિપજ્યા હતા. 

(12:17 pm IST)