Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ધોરાજીમાં લલિતભાઇ વસોયાએ મતદાન કર્યું : ઇવીએમમાં ખોટકો સર્જાતા ૧૫ મિનિટ મતદાન મોડુ

ધોરાજી તા. ૨૩ : ધોરાજીમાં સવારે પોરબંદર લોકસભા સીટ મતવિસ્તારનો ધોરાજી વિસ્તારમાં ૭ કલાકે શાંતિપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ થયો હતો. આ સમયે પોરબંદર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ વસોયાએ આદર્શ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. આ સમયે તેઓએ જણાવેલ કે મતદાન સમય કરતાં પંદર મિનિટ મોડું ઇવીએમ મશીન ચાલુ થયું હતું હું કોઇને જવાબદાર ગમતો નથી પરંતુ ટેકનિકલ ફોલ્ટને કારણે મોડું થયું હોય એવું મને લાગી રહ્યું છે. પોરબંદર લોકસભા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકો મને એક લાખ કરતાં વધુ મતથી વિજય બનાવશે તેવો મને વિશ્વાસ છે કારણકે ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોના તેમજ આમજનતાના જે કામ નથી કર્યા જે રોષને કારણે લોકો મને કોંગ્રેસને મત આપવાના છે એ જ મને પૂરો વિશ્વાસ છે અને મતદાર ભાઈઓનો આભાર માનું છું.

ધોરાજીમાં ૭ કલાકે મતદાનનો પ્રારંભ થયો એ સમયમાં જ અમુક વિસ્તારોમાં ર્ીરુૃ મશીનોમાં ફોલ્ટ સર્જાયો હતો જે સરકારી કામગીરી ખરાબ ન લાગે તે માટે આ પ્રકારની મીડિયાને પણ માહિતી આપવામાં આવી નથી પરંતુ ચૂંટણીપંચના ધોરાજી વિભાગ આ બાબતે લોક સેવાકાર્યમાં નિષ્ફળ ગયું હોય તેવી ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને અનેક લોકો મતદાનની સ્લીપ નહીં મળતા આજે મતદાન નથી કરી શકયા એ બાબતે પણ દુખ વ્યકત કર્યું હતું અને અનેક ફરિયાદો ચૂંટણી અધિકારીને કરવા છતાંય મતદારો સુધી સ્લીપ મતદારો સુધી સુધી પહોંચી નથી તેવી ફરિયાદો ઊભી થઈ છે.

આજે સવારમાં સાત વાગ્યામાં ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઈ વોરા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી, ભાજપના વરિષ્ઠ અગ્રણી વીડી પટેલ, ધોરાજી યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી, શહેર ભાજપના પ્રમુખ હરસુખભાઇ ટોપીયા, અરવિંદભાઈ વોરા, ઙ્ગમહામંત્રી સુખદેવ સિંહ વાળા, ડી જી બાલધા, મુકતાબેન વઘાસિયા, જયસુખભાઇ ઠેસીયા, રાજુભાઈ બાલધા, પરેશભાઈ વાગડિયા, વિનુભાઈ માથુકિયા, ધીરુભાઈ કોયાણી વગેરે અગ્રણીઓએ સવારમાં સાત વાગ્યામાં જ મતદાન કરી નાખ્યું હતું અને સૌએ મતદાન કરવાનો અધિકાર છે અને દેશના હિતમાં મતદાન કરવા અપીલ કરી હતી.

(12:10 pm IST)