Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

તળાજાનાં ઘારડી-સરતાનપરનાં લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર

 ભાવનગર, તા.૨૩: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી અને સરતાનપર(બંદર) ના અમુક લોકો દ્વારા પોતાની માંગ ન સંતોષવામાં આવતા મતદાનનો વિરોધ કરવામાં આવશે તેવી વાત પ્રશાસનને મળી હતી. જેના પગલે સાંજે મામલતદાર સહિતના અધિકારી ગણ દ્વારા બન્ને ગામના લોકો જે વિરોધ નોંધાવી રહ્યા હતા તેમને રૂબરૂ મળી કાયદાની સમજ પુરી પાડી હતી. મતદાન થાય તેવા પ્રયત્નો કર્યા હતા.

તળાજા ના ધારડી ગામના લોકો દ્વારા નવા બનતા એકસપ્રેસ વે ને લઈ અંદર બ્રિજ બનાવવમાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. એ માંગ ન સંતોષવામાં આવતા મતદાનનો બહિષ્કાર કરવાની સરપંચના લેટર પેડ પર ચીમકી આપી હતી.

એ ઉપરાંત સરતાનપર (બંદર) ખાતે ગઈકાલે કેટલાક યુવાનો અને મહિલાઓ દ્વારા પાણી, માર્કેટ, અને ગ્રાઉન્ડ માટેની માંગણીને લઈ રેલી કાઢવામાં આવી હતી. નેતાઓએ ગામમ આવવું નહિ. મતદાનનો બહિષ્કારની વિચારધારા પ્રગટ કરવામાં આવી હતી.

આ બન્ને ગામના લોકોની વાતને લઈ તળાજા મામલતદાર દ્વારા મતદાન કરે તેમાટે સંબધિત અધિકારીઓને સાથે રાખી પ્રયત્નો કરવામાં આવેલ. જેમાં મામલતદારએ મોબાઈલ પર માહિતી આપી હતી કે અમે રૂબરૂ જઈને મતદાન થાય અને કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો નોટોનું બટન દબાવીને વિરોધ નોંધાવી શકોછો. મતદાન અટકાવવું તે ગુન્હો છે. તેમ કાયદાકીય બાબતની સમજણ આપી હતી.

(12:09 pm IST)