Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ખંભાળીયાની બેન્કમાં પાક ધિરાણના સવા લાખ ભરવા લાઇનમાં ઉભા રહેલા મોટામાંઢાના ખેડૂતની રકમની તફડંચી

ખંભાળીયા તા ૨૩  :  તાલુકાના મોટામાંઢા ગામે રહેતા ખેડુત જટુભા જાડેજા ઉ.વ.૭૦ વાળાએ પાક વિમા ધિરાણના નાણા રૂપિયા ૧.૩૫ લાખ કાલેઅત્રેની દરબારગઢ ખાતેની સેન્ટ્રલ બેંકમાં ભરવા માટે લાઇનમાં ઉભા હતા ત્યારે કોઇ ચોર ઇસમે થેલીમાં બ્લેડ મારી ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવા પોલીસે બેન્કના સી.સી.ટી.વી. કુટેજના આધારે તપાસ હાથ ધરી છે, કેટલાક શંકમંદોના ફોટા પણ શોધવા માટે સોશ્યલ મીડીમાં મુકવામાં આવ્યા છે.

 ભાણવર રોડ પર ૨૧ કિ.મી. દુર ભાણવરી રોડ પર જઇ રહેલ મહીલા જીવીબેન બીજલભાઇ ખાંભલા ઉ.વ.૬૦  વાળાને એક મો.સા. નં. જીને-૬ બીએમ ૯૪૪૮ ના ચાલકે વૃધ્ધ મહીલાને પાછળથી ઠોકર મારી નાશી ગયેલ, વૃધ્ધ મહીલા જીવીબેન ને ફેકચર સહીતની ઇજાઓ થઇ છે.

(11:55 am IST)