Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કાળીપાટમાં વાલજીભાઇએ પૈસા ન આપતાં પુત્રએ પાઇપથી ફટકાર્યા

રાજકોટ તા. ૨૩: કાળીપાટમાં રહેતાં વાલજીભાઇ દાનાભાઇ પરમાર (ઉ.૫૬) નામના વણકર પ્રોૈઢને સાંજે ગામમાં હતાં ત્યારે તેના જ મોટા પુત્ર અજય પરમારે પાઇપથી માર મારતાં હાથમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. વાલજીભાઇના કહેવા મુજબ અજયએ પૈસા માંગતા ન આપતાં હુમલો કરી ભાગી ગયો હતો.

લાતી પ્લોટમાં કિશોરને મિત્રએ છરી ઝીંકી

લાતી પ્લોટ-૧૦માં રહેતાં કિશોર મનસુખભાઇ મકવાણા (ઉ.૨૬)ને રાત્રે ઘર નજીક ખુણા પાસે મિત્ર નિલેષ સાથે બેઠો હતો ત્યારે મજાકમાં ડખ્ખો થતાં નિલેષ છરીથી ગાળ-પડખામાં ઇજા કરતાં સારવાર માટે દાખલ થતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. જો કે કિશોરે ઘરમેળે સમાધાન કરી લીધું હતું.

પરસાણાનગરના રાકેશે હાથમાં બ્લેડથી કાપા માર્યા

પરસાણાનગર-૧માં રહેતાં રાકેશ મહેશભાઇ મુલચંદાણી (ઉ.૨૩)એ જામનગર રોડ નાગેશ્વર બસ સ્ટોપ પાસે પોતાની જાતે જ હાથમાં બ્લેડથી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. જો કે તે રાત્રે જ રજા લઇ જતો રહ્યો હતો.

(11:50 am IST)