Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પોરબંદર સિપાઇ જમાતના પ્રમુખનું સન્માનઃ

પોરબંદરઃ સમસ્ત સિપાઇ જમાતની પ્રમુખપદની ચુંટણીમાં જીત મેળવનાર સિપાઇ જમાતના પ્રમુખ ફારૂકખાન હાજી હુશેન ખાન શેરવાની તેમજ તેમની મેનેજીંગ બોર્ડનાં તમામ સભ્યોનું પોરબંદર જિલ્લાની મુસ્લીમ જમાતના પ્રમુખો દ્વારા ઉત્સાહભર્યું બહુમાન કરવામાં આવેલ. રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ ઓસમાણભાઇ નાઇએ જણાવ્યું હતું કે, રાણાવાવ તાલુકામાં અમે કોઇપણ જાતના ભેદભાવ વગર દરેકનું કામ કરીએ છીએ ગુજરાત સિપાઇ યંગ ગૃપ સિપાઇ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. અવેશ એ. ચૌહાણ, રાણાવાવ મુસ્લીમ અગ્રણી અનીશબાપુ પીરજાદા, વી. જે. મદ્રેસાના જનરલ સેક્રેટરી ફારૂકભાઇ સુર્યા, સામાજિક કાર્યકર મહમદ હુશેનભાઇ ધડા, જાહીદભાઇ નાગોરી સહીત વકતાઓએ જણાવેલ હતું કે, સમગ્ર મુસ્લીમ સમાજમાં એજયુકેશન, એકતા અને ભાઇચારો સ્થાપિત કરવા જણાવ્યું હતું. આ તકે સિપાઇ જમાતના પ્રમુખ ફારૂકખાન શેરવાનીએ આભાર વિધિ કરી હતી. સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:42 am IST)