Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડામાં ચૈત્ર નવરાત્રી અનુષ્ઠાન સમાપન થયું

ધોરાજી, તા.૨૩: ધોરાજીના પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર આહવાન અખાડા ખાતે ચૈત્ર નવરાત્રીથી પૂનમ સુધી નવચંડી મહાયજ્ઞ સાથે અખંડ રામાયણના પાઠ સાથે શ્રીમહંત શ્રીદિગંબર લાલુગિરિજી મહારાજની ઉગ્ર તપસ્યાની પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો ભાવિક ભકતજનો ઉમટી પડ્યા હતા.

જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ પ્રાચીન શ્રીચૈતન્ય હનુમાનજી મંદિર આહવાન અખાડા ખાતે ચૈત્ર નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો જેનો પંદર દિવસ અખંડ રામાયણ પાઠ નવચંડી મહાયજ્ઞ સાથે વૈદિક મંત્રોચાર સાથે પૂજય શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજ ઉગ્ર તપસ્યા અનુષ્ઠાન પૂર્ણાહુતિ પ્રસંગે સૌરાષ્ટ્રભરમાંથી સાધુ-સંતો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદ સહીત ભોજન ભજન ત્રિવેણી સંગમ આશ્રમ ખાતે જોવા મળ્યો હતો શ્રીમંહંત લાલુગીરીજી

મહારાજ ચૈત્ર નવરાત્રીથી સળંગ પંદર દિવસ સુધી ઉગ્ર તપસ્યા કરે છે જેમાં ઉગ્ર અનુષ્ઠાન છેલ્લા ૩૬ વર્ષથી કરે છે આ સમયે મોટી સંખ્યામાં ગુજરાત ભરમાંથી ભાવિક ભકતજનો તેમજ સાધુ સંતો મહંતો પધારે છે છેલ્લા દિવસે સમાપન સમારોહ પ્રસંગે મહાયજ્ઞ અને અખંડ રામાયણના પાઠની પૂર્ણાહુતિ પ્રસંગે સંત ભોજન બટુક ભોજન અને મહાપ્રસાદ સાથે ભજન ભોજન અને સત્સંગ નો ત્રિવેણી સંગમ ના દર્શન થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.

(11:42 am IST)