Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ઉપલેટા ટોલનાકે રીટાયર્ડ એએસઆઇ અને જાનૈયા ઓએ કર્મચારીઓને માર મારતા ફરીયાદ

 ઉપલેટા તા.૨૩: ઉપલેટા તાલુકાના ડુમિયાણીગામ પાસે આવેલ ટોલનાકાએ જુનાગઢથી ભાણવડ જતી મુસ્લિમ સમાજના હિગોળા પરિવારની લગ્નની જાનની ગાડીઓ અને બસો મફત જવા દેવાના મુદે જાનૈયાઓ દ્વારા ટોલનાકાના કર્મચારીઓને ગાળા ગાળી કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો કર્મચારીને ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયેલ જયા ઇજાઓ ગંભીર જણાતા ફરજ પરના ડોકટરે વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં રીફર કરેલ બનાવની વિગત પ્રમાણે જુનાગઢથી આવતી જાનમાં રીટાયર્ડ એએસઆઇ હવાબેન નામના મહિલાએ જણાવેલ કે હું જુનાગઢ પોલીસમાં છું માટે ટોલ નહી ભરૂ એમ કહીને મહિલા સહિત ના લોકોએ માથાકુટ કરીને ટોલના કર્મચારી ઇકબાલ નાગોરીને માર મારેલ હતો મારામરીની સમગ્ર ઘટના ટોલનાકાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયેલ આ અંગે ઉપલેટા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇને મારામારીના બનાવમાં કડક કાર્યવાહી કરતા જાનની બસો લગ્ન મંડપમાં પહોચવાને બદલે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઇ હતી. મારામારી કરનારાઓને જેલની હવા ખવડાવી દેતા શાન ઠેકાણે આવી ગઇ હતી. આ અંગે વધુ તપાસ મનીષભાઇ પરમાર ચલાવી રહ્યા છે. (૧.૮)

(12:13 pm IST)